કોલકાતા : બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાની, ફરી હત્યા કરવામાં આવી છે.તેનું નામ દેવાશિષ મંડલ છે.તે દક્ષિણ 24 પરગણાના ગંગાસાગર બૂથ ના પ્રમુખ હતા.શનિવારે તેની હત્યા કરવામાં આવી હતી.ભાજપ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેમની માર મારી ને, હત્યા કરવામાં આવી છે.” પક્ષના રાજ્ય મહામંત્રી સયંતન બાસુએ, પણ તેને ટ્વિટર પર શેયર કર્યું છે. તેમણે લખ્યું છે કે,” ભાજપના અન્ય એક નેતા ફરી તૃણમૂલ કોંગ્રેસની રાજકીય હિંસાનો ભોગ બન્યા છે.” ગંગાસાગર બૂથના અધ્યક્ષ દેવાશિષ મંડલની તૃણમૂલના ગુનેગારોએ હત્યા કરી છે. મમતા બેનર્જીની સરકારમાં,સામાન્ય લોકોથી લઈને મહિલાઓ અને વિરોધી કાર્યકરો સુધી કોઈ સુરક્ષિત નથી.તૃણમૂલને ધિક્કાર છે.” જિલ્લા પોલીસ દ્વારા બાતમી મળી છે કે, દેવાશીષના મોત મામલે એફઆઈઆર નોંધાઈ છે.અકુદરતી મોતનો કેસ નોંધ્યો છે.આ ઘટનામાં હજુ સુધી કોઇ ધરપકડ થઈ નથી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.શરીર પર માર માર્યા ના નિશાન છે, તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, આ હત્યા હોઇ શકે.સાથે પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે.સમાચાર છે કે, તેમને ઘરેથી બોલાવવામાં આવ્યો હતો,અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો.