બારડોલી : બારડોલી તાલુકાનાં મિયાવાડી(કડોદ)ગામે 15 દિવસ પહેલા દીપડી સાથે બે બચ્ચા જોવા મળ્યા હતા.જે પૈકી ગુરુવારે મળસ્કે અઢી વર્ષનું બચ્ચું પાંજરામાં કેદ થતાં વન વિભાગે કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના મિયાવાડી(કડોદ)ના ખેતરાડી વિસ્તારમાં પંદરેક દિવસ પહેલા એક દીપડી બે બચ્ચા સાથે જોવા મળી હતી.આથી ગામના સરપંચે બારડોલી સામાજિક વનીકરણ વિભાગમાં લેખિત ફરિયાદ કરી હતી.આથી વનવિભાગની ટીમે મિયાવાડી ગામે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું.જેમાં ગુરુવારે મળસ્કે મરઘાં ખાવાની લાલચે એક દીપડાનું બચ્ચું કેદ થઈ ગયું હતું.વન વિભાગે સ્થળ પર પહોંચી કબ્જો લઈ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.


