ન્યુ દિલ્હી,તા.૨૩
આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનના બીજા દિવસે દેશ વિદેશમાંથી પહોંચેલા કાયદાના નિષ્ણાતોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે ભારતની સુપ્રીમ કોર્ટ હંમેશા સક્રિય પ્રગતિશીલ રહી છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયોએ ભારતના કાનૂની અને બંધારણીય માળખાને મજબૂતી આપી છે.
રાષ્ટ્રપતિએ ભારતની ભાષાકીય વિવિધતાને ધ્યાનમાં લેતા વિભિન્ન ભાષાઓમાં નિર્ણય ઉપલબ્ધ કરાવવાના સુપ્રીમ કોર્ટના પ્રયત્નોને અસાધારણ જણાવી. તેમણે નવ સ્વદેશી ભાષાઓમાં નિર્ણય ઉપલબ્ધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટના વખાણ કર્યા.
રાષ્ટ્રપતિએ કાર્યસ્થળ પર યૌન શોષણ પર લગામ લગાવવા માટે લાગુ કરેલા વિશાખા દિશા નિર્દેશોનો સંદર્ભ આપતા કહ્યુ કે ઉચ્ચતમ ન્યાયાલયે પ્રગતિશીલ સામાજિક પરિવર્તનનું નેતૃત્વ કર્યુ છે.
ભારતની સુપ્રીમ કોર્ટ હંમેશા સક્રિય અને પ્રગતિશીલ રહી છે : રાષ્ટ્રપતિ કોવિંદ
Leave a Comment