ઇસ્લામાબાદ,તા.૨૪
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીર મુદ્દા પર સંપૂર્ણપણે હાર માની ચૂકયા છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારતમાં મોદી સરકારના રહેતા કાશ્મીર સમસ્યાને લઇ કોઇ આશા નથી. ઇમરાન ખાને કહ્યું કે મોદી સરકારના કાર્યકાળ દરમ્યાન કાશ્મીરનું સમાધાન થઇ શકશે નહીં. કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક-નરેન્દ્ર મોદી સરકાર નાજી અને હિટલરની વિચારધારાનું અનુસરણ કરી રહ્યા છે.
બેલ્જિયમના ટીવી નેટવર્ક વીઆરટીને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને કહ્યું કે મને આ સરકારથી કંઇ ખાસ આશા દેખાતી નથી. પરંતુ ભવિષ્યમાં એક મજબૂત ભારતીય નેતૃત્વ કાશ્મીર સમસ્યાનું સમાધાન ચોક્કસ નીકાળવા માંગીશું.
ઇમરાને કહ્યું કે ભારતીય નેતા જવાહરલાલ નહેરૂ એ આઝાદીના આંદોલન દરમ્યાન કાશ્મીરીઓને આત્મ-સંકલ્પના અધિકારનું વચન આપ્યું હતું પરંતુ ભારત હવે તેમને આ અધિકાર આપી રહ્યું નથી કારણ કે તેઓ જાણે છે કે જો કાશ્મીરીઓને આ અધિકાર આપવામાં આવ્યો તો તેઓ પાકિસ્તાનને પસંદ કરશે. કાશ્મીર મુસ્લિમ વસતીવાળું ક્ષેત્ર છે.
તેમણે કહ્યું કે મને લાગે છે કે જો ભારતમાં મજબૂત અને સ્પષ્ટ વિચારસરણીવાળું નેતૃત્વ આવશે તો આ સમસ્યાનું સમાધાન થઇ જશે. દરેક સમસ્યાનું સમાધાન નીકાળી શકાય છે.
અફઘાનિસ્તાનમાં શાંતિ વાર્તાને લઇ ઇમરાન ખાને કહ્યું કે અમેરિકા અને તાલિબાનની વચ્ચે સંભવિત કરારને લઇ આશા વ્યક્ત કરી. ઇમરાને કહ્યું કે પહેલી વખત વસ્તુ યોગ્ય દિશામાં જઇ રહી છે. અમેરિકન તાલિબાનની સાથે શાંતિ અને વાર્તા ઇચ્છે છે અને તાલિબાન અમેરિકનનોની સાથે વાતચીત કરી રહ્યા છે. આગળનો તબક્કો સીઝફાયર હશે. આગળના તબક્કામાં તાલિબાન અફઘાન સરકારની સાથે બેસીને વાત કરશે.
પાકિસ્તાની પીએમે કહ્યું કે હાલ ભારતમાં સમસ્યા એ છે કે હાલની સરકારની આરએસએસ અતિવાદી વિચારધારા છે જે નાજીઓથી પ્રેરિત છે. આરએસએસ ભારતની હાલની સરકારને ચલાવી રહ્યું છે જે હિટલરના નસ્લવાદી વિચારધારાને માને છે. આ જ કારણ છે કે તેમણે કરોડો કાશ્મીરીઓ જે મુસ્લિમ છે, તેમને એક ખુલ્લી કેદમાં રાખ્યા છે.
ભારતમાં મોદી સરકાર હશે ત્યાં સુધી કાશ્મીર સમસ્યાનો કોઇ ઉકેલ નહિ આવે : ઇમરાન ખાન

Leave a Comment