By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતમાં હિંદુઓની સંખ્યા ખરેખર ઘટી રહી છે?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતમાં હિંદુઓની સંખ્યા ખરેખર ઘટી રહી છે?
GeneralNational

ભારતમાં હિંદુઓની સંખ્યા ખરેખર ઘટી રહી છે?

HM News
Last updated: 14/06/2022 7:47 AM
HM News
4 years ago
Share
SHARE

મદુરાઈમાં મળેલા હિંદુ મઠના સંમેલન અનુસાર આઝાદી પહેલાં ભારતમાં હિંદુઓની વસતી 93% હતી,જ્યારે હાલમાં માત્ર 80% હિંદુઓ છે.ઉપરાંત મંદિરોને દાન પેટે ચૂકવવામાં આવતી રકમ અન્ય કાર્યોમાં ખર્ચવામાં આવી રહી છે.શું આ બંને વાત સાચી છે? મદુરાઈ પલંગનાથમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સાધુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંમેલનમાં મદુરાઈ મઠ,કોઈમ્બતુર કામાચી મઠ અને મન્નારગુડી જીયર સહિત અનેક મઠ-મંદિરના વડાઓએ હાજરી આપી હતી.પત્રકાર પરિષદમાં મદુરાઈ મઠ અને પેરુર મઠ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ચર્ચામાં છે.પત્રકારો સાથે વાત કરતાં પેરુર આદિનામે કહ્યું, “આઝાદી પહેલાં ભારતમાં 93% હિંદુઓ હતા પરંતુ હવે વસતીના માત્ર 80% હિંદુઓ છે.ભારતમાં સાત રાજ્યોમાં ધર્માંતરણ પર પ્રતિબંધનો કાયદો અમલમાં છે.તેવી જ રીતે તામિલનાડુમાં પણ ધર્માંતરણ પર પ્રતિબંધનો કાયદો લાગુ થવો જોઈએ.” સંમેલનમાં બોલતાં, મદુરાઈ મંદિરના હરિહર જ્ઞાનસંપંથા રાષ્ટ્રીય પરમાચાર્ય સ્વામીએ કહ્યું, “સરકારના હિંદુ મંદિર વિભાગ હેઠળ આવતા મંદિરની તિજોરીમાં પૈસા ન નાખો.પૈસા સંબંધિત મંદિરમાં જતા નથી, બીજે વપરાય છે.”

હિંદુ સંગઠનો અને પક્ષો સમયાંતરે કહેતાં આવ્યાં છે કે ભારતમાં હિંદુઓની સંખ્યા સતત ઘટી રહી છે અને મુસ્લિમોની સંખ્યા વધી રહી છે.હવે તામિલનાડુમાં સાધુ સંમેલનમાં આ વાત કરવામાં આવી છે.

આઝાદી પહેલાં ભારતની વસતીગણતરી 1941માં હાથ ધરવામાં આવી હતી.જોકે તેમાં દરેક પ્રદેશ અને દરેક રાજ્યમાં હિંદુ-મુસ્લિમની વસ્તીનો આંકડો સ્પષ્ટ કરવામાં આવ્યો ન હતો.તે સમયે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વર્તમાન ભારતનો ભાગ હતો.વર્ષ 1941માં ભારતમાં 59.38 ટકા હિંદુઓ અને 23.47 ટકા મુસ્લિમ હતા.જ્યારે ભારતને આઝાદી મળી, ત્યારે દેશનું વિભાજન થયું અને મુસ્લિમોની સંખ્યામાં ભારે ઘટાડો થયો, મોટાભાગના ઇસ્લામિક વિસ્તારો પાકિસ્તાનમાં ગયા.ત્યારબાદ 1951ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં હિંદુઓની ટકાવારી 84.1 ટકા અને મુસ્લિમોની ટકાવારી 9.8 ટકા હતી.ખ્રિસ્તીઓ 2.3 ટકા હતા.તેના 60 વર્ષ બાદ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની વસતી 121 કરોડ 8 લાખ 54 હજાર 977 હતી.જેમાં હિંદુઓની વસતી 79.79 ટકા અને મુસ્લિમોની વસતી 14.22 ટકા નોંધાઈ છે.

સાધુઓના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 93 ટકા હિંદુ વસતી ક્યારેય નહોતી. 1941ની વસતીગણતરી મુજબ, હિંદુઓની વસતી 59.38 ટકા હતી જે વિભાજન બાદ 1951માં વધીને લગભગ 84 ટકા થઈ હતી અને અત્યારે તે 80 ટકા છે.આઝાદી પહેલાં મુસ્લિમોની વસતી 23.47 ટકા હતી.જે વિભાજન બાદ 1951માં ઘટીને 9.8 ટકા થઈ હતી અને હાલ તે 14.22 ટકા છે.તેથી હિંદુ વસતી 93 ટકાથી ઘટીને 80 ટકા થઈ ગઈ હતી તેવા દાવાના સમર્થન માટેના કોઈ પુરાવા નથી.

શું મંદિરમાં આવેલા દાનના પૈસા અન્ય કાર્યો પાછળ ખર્ચવામાં આવે છે?

થોડાં વર્ષો પહેલાં તામિલનાડુમાં પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે, મંદિરોની પેટીમાં દાનમાં આપેલી રકમ મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવતી નથી.તેના બદલે, તે રકમ રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે અને નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.હકીકતમાં, શું મંદિરના અધિકારીઓ,રાજનેતાઓ કે સરકાર મંદિરની દાનપેટીમાંથી પૈસા લઈ શકે છે? તામિલનાડુમાં હિંદુ ધાર્મિક બાબતોના મંત્રાલયના નિયંત્રણ હેઠળનાં મંદિરોની પેટીમાં જમા થતા દાનની રકમની ગણતરી માટે વિવિધ પ્રક્રિયાઓ અને નિયમોનું પાલન કરવામાં આવે છે.દરેક મંદિરમાં દાનપેટી અલગ-અલગ સમયે ખૂલે છે.પેટી ઘણીવાર મહિનામાં એકવાર અથવા પેટી ભરાઈ જાય ત્યારે ખોલવામાં આવે છે.

આ ઉપરાંત, તમામ મંદિરોની પેટીઓ હિંદુ વર્ષના અંતમાં એટલે કે જૂનના અંતમાં ખૂલે છે.બે લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતાં મંદિરોની તિજોરી ડેપ્યુટી કમિશનર અથવા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવે છે.મંદિરની તમામ દાનપેટી ઉપર બે તાળાં હોય છે.એક પેટી પર લગાવેલું તાળું અને બીજું બહાર લગાવેલું તાળું.એક ચાવી મંદિરના સંચાલક અને બીજી મંદિરની યોગ્ય વ્યક્તિ અથવા ટ્રસ્ટી પાસે હોય છે.દાનપેટી પરનાં તાળાં પર કપડું લપેટીને સીલબંધ કરવામાં આવે છે.એ જ રીતે આ તાળાઓની ચાવીઓ કાપડમાં લપેટીને સીલ કરવામાં આવે છે.જે દિવસે દાનપેટી ખોલવામાં આવે છે તે દિવસે બંને પક્ષ તરફથી ચાવીઓ લાવવામાં આવે છે અને અધિકારીઓ અને ટ્રસ્ટીઓની હાજરીમાં ખોલવામાં આવે છે.તાળાં ખોલતાં પહેલાં તમામ દાનપેટી પર લગાવવામાં આવેલું સીલ તૂટેલું નથી તેની ખાતરી કરવા માટે બહારથી ઍસોસિયેટ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવે છે.ત્યાર બાદ પ્રથમ દાનપેટી ખોલવામાં આવે છે અને તેને એક પેટીમાં ખાલી કરવામાં આવે છે.કઈ પેટી, કયા સમયે ખોલવામાં આવી તેની વિગતો રજિસ્ટરમાં નોંધવામાં આવે છે.એક પેટી ભરાઈ જાય પછી તેને લૉક કરવામાં આવે છે અને બીજી પેટી લાવવામાં આવે છે.ત્યારબાદ પેટીને એક સભાખંડમાં ગણતરીકેન્દ્રમાં લઈ જવામાં આવે છે.આ સભાખંડ મોટાભાગે જાહેર જનતા માટે ખુલ્લો રહે છે.સભાખંડમાં પેટીઓ ખોલવામાં આવે છે.મંદિરના અધિકારીઓ,બૅંક અધિકારીઓ (જો તે મોટું મંદિર હોય તો),સ્વયંસેવકો અને ભક્તોને દાનની રકમને ગણવા માટે આવકારવામાં આવે છે.તેમની વિગતો નોંધવામાં આવે છે.

દરેક પ્રકારની નોટના બંડલ તૈયાર કરવામાં આવે છે અને બૅંક અધિકારીને સોંપવામાં આવે છે.આમ તમામ નાણાંની ગણતરી થઈ ગયાં પછી કુલ રકમ બૅંક અધિકારીઓને આપવામાં આવે છે અને મંદિરના એક ખાતા માટે મંદિરના અધિકારીને પૈસા આપવામાં આવશે (દરેક મોટા મંદિરનાં બે ખાતાં હોય છે.એક ક્રેડિટ માટેનું અને બીજું ખર્ચ માટેનું). મંદિરના દાનપેટી રજિસ્ટરમાં સલૂન નંબર નોંધવાની સાથે જ દાનપેટીનાં નાણાંને ગણવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.આ દાનપેટીમાં આવતા દાગીનાનું વર્ગીકરણ કરવામાં આવે છે.તેને સોના,ચાંદી અને તાંબા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક વજનકાંટા પર તેનું વજન કરીને મંદિરના ખાતામાં જમા કરવામાં આવે છે.જો ઝવેરાત હોય તો તેની પણ નોંધ કરવામાં આવે છે અને મંદિરની તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે.આ તમામ વિગતો વિવિધ અધિકારીઓની મંજૂરીથી દાનપેટી રજિસ્ટર, ભેટ રજિસ્ટર, જ્વેલરી રજિસ્ટર જેવાં વિવિધ રજિસ્ટરમાં નોંધવામાં આવે છે.એ જ રીતે દાનપેટીના પૈસા ગણનારાઓની સહીઓ પણ લેવામાં આવે છે.મદુરાઈમાં કાંજનૂર અગ્નિશ્વર મંદિર,તિરુપુરમ્બિયમ સાચ્ચી નાદેશ્વર મંદિર અને કાચનમ કૈચિન્નેશ્વર મંદિર સહિતનાં મંદિરો છે.જ્યારે આ મંદિરોની દાનપેટીઓ ખોલવામાં આવે છે ત્યારે મઠાધિપતિ મંદિરના ટ્રસ્ટી તરીકે કામ કરે છે.દાનપેટીની ચાવીઓનો સમૂહ તેમના કબજામાં રહેશે.ભેટની ગણતરી કર્યા પછી તે મંદિરના ખાતામાં જમા થાય છે.આ માટે મઠાધિપતિની મંજૂરી મેળવવામાં આવે છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 7વર્ષની બાળકીએ ટીવીમાં ગળાફાંસાનાં દૃશ્યનું અનુકરણ કરતાં મોત
Next Article શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત બેગ્લુરુમાં ડ્રગ લેતાં પકડાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up