ઇસ્લામાબાદ, તા.4 એપ્રિલ 2002, શનિવાર
પાકિસ્તાનના કરાંચીમાં પણ પોલીસે કોરોના વચ્ચે જુમ્માની નમાઝ અટકાવતા ઘર્ષણ થયુ હતુ.
મળતી વિગતો પ્રમાણે સિંધ સરકારે શુક્રવારે 12 થી 3 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી અને બીજા પ્રાંતોમાં પણ નમાઝ પર રોક લગાવાઈ હતી. સરકારે આ માટે કરાચીમાં સાડા સાત હજાર પોલીસ કર્મીઓને તૈનાત કર્યા હતા.
જોકે આમ છતા લિયાકતબાદ વિસ્તારમાં લોકડાઉનનો ઉલ્લંઘન કરીને નમાઝ પઢવામાં આવી રહી હોવાની ખબર મળ્યા બાદ પોલીસ તેને અટકાવવા પહોંચી ત્યારે પોલીસની ગાડી પર લોકોએ ભારે પથ્થરમારો કર્યો હતો.પોલીસને સ્થાનિક લોકોના ઘરમાં આશરો લેવો પડ્યો હતો.
એ પછી પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી.પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 2637 લોકો કોરોના પોઝિટિવ છે અને 40 લોકોના મોત થયા છે.