– જ્યાં શ્રીલંકા ની અર્થવ્યવસ્થા ધ્વસ્ત છે,ત્યાં આ કટોકટીના સમયે ઘણા અસ્થાયી વેશ્યાલય બની ચુક્યા છે,જ્યાં ‘આયુર્વેદિક સ્પા’ અને મસાજના નામ પર સેક્સ વેચવાનું કામ થઇ રહ્યું છે.
શ્રીલંકામાં ચાલી રહ્યા છે વિરોધ પ્રદર્શન કારણ કે ત્યાંના રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે અને દલાસ અલ્પેરુમાનું સમર્થન મુખ્ય વિપક્ષી નેતા સજીત પ્રેમદાસે રાષ્ટ્રપતિની ઉમેદવારીથી પોતાનું નામ પરત લઇ લીધું છે.રાજકીય પરિસ્થિતિ અત્યંત રીતે ખરાબ છે.આ કટોકટ હાલતમાં શ્રીલંકામાં વેશ્યાવૃતિની પ્રવૃત્તિ ચરમ પર પોંહચી ચુકી છે કારણ કે ઘણી સ્ત્રીઓને ભોજન અને દવાની જરૂરિયાત પૂરી કરવા માટે પોતાનું શરીર વેચી ઉપાર્જન કરી રહી હોવાના અહેવાલ છે.જ્યાં શ્રીલંકાની અર્થવ્યવસ્થા ધ્વસ્ત છે,ત્યારે આ સમયમાં દેશભરમાં ઘણા અસ્થાયી વેશ્યાલય બની રહ્યા છે અને બનાવવામાં આવી રહ્યા છે,જ્યાં ‘આયુર્વેદિક સ્પા’ અને મસાજના નામ પર સેક્સ વેચવાનું કામ કરી મહિલાઓ કરી રહી છે.ખાસ કરીને ત્યાંની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય મહિલાઓને વેશ્યાવૃત્તિ તરફનો રસ્તો પસંદ કરી રહી છે તેવો દાવો શ્રીલંકાઈ અખબાર ‘ધ મોર્નિંગ’ કર્યો છે.અખબારે વધુમાં લખ્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓ પાસે જીવન નિર્વાહ ચલાવવા અન્ય કોઈ સ્ત્રોત પણ ન હોઈ તેઓ ઝડપથી દેહ વિક્રયના આ ધંધામાં જોડાઈ રહી છે.
એક મહિલા સેક્સ વર્કરે અખબારને જણાવ્યું કે દેશમાં આર્થિક સંકટ છે અને અમારી પાસે નાણાં કમાવવા અન્ય કોઈ માર્ગ ન હોઈ આ સમયને અમે એક પણ શ્રેષ્ઠ ઉકેલ તરીકે જોઈ રહ્યા છીએ અને અમે સેક્સ ઈન્ડિસ્ટ્રીમાં જોડાઈ રહ્યા છે કારણ કે પેહલા અમારો માસિક પગાર 28,000 શ્રીલંકાઈ રૂપિયા એટલે કે 6233 ભારતીય રૂપિયા હતો અને અમે 35,000 (7792 ભારતીય રૂપિયા કમાઈ લેતા હતા પરંતુ સેક્સ ઈન્ડિસ્ટ્રીમાં જોડાવાથી 15,000 (3339 ભારતીય રૂપિયા ) પ્રતિ દિવસ કમાઈ રહ્યા છે.

આ મહિલાએ કહ્યું કે ઘણા લોકો ભલે સ્વીકારતા નથી,પરંતુ આ સાચું છે.ભારત અને બાંગ્લાદેશ દ્વારા શ્રીલંકાઈ કપડાની ખરીદીમાં 10-20% ઘટાડો થાય છે.શ્રીલંકાની કેટલીક મહિલાઓની રાજધાની કોલંબો તરફ જઈ રહી છે અને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શ્રીલંકામાં વેશ્યાવૃતિમાં 30% કરતા વધુ મહિલાઓ જોડાઈ ચુકી છે.આ સ્ત્રીઓમાં તેમના બાળકોનું પાલન-પોષણ કરવું અને પોતાના માતા-પિતાની દેખરેખ પણ કરવાની હોઈ છે.તેઓ પરભાઈ-બહેનોની પણ જવાબદારી છે.આ કારણે મહિલાઓ વેશ્યાવૃત્તિના દળદળમાં જવાનો માર્ગ પસંદ કરી રહી છે.મોંઘવારી આસમાને છે અને લોકોને પગાર નથી મળી રહ્યો.બળતણ,ભોજન અને જીવન જરૂરિયાતની
ચીજ વસ્તુઓની ભારે અછત છે જેના કારણે કોલંબો સીટી અને તેની આસપાસના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વેશ્યાલય ફૂલી ફાલી રહ્યા છે.દેશભરમાંથી મહિલાઓ સેક્સ વર્કર બનવા કોલંબો અને અન્ય મોટા શહેરો તરફ પ્રયાણ કરી રહી છે.

આ મહિલાઓ પોલીસ સાથે સુઈ રહી છે કારણ કે બદલામાં તેમને તેમના કામની સુરક્ષા મળે છે.આ મહિલાઓ કૃષિ વ્યવયાસમાં પણ હવે કામ કરી નથી શકતી કારણ કે છેલ્લા વર્ષે કૃષિ ઉત્પાદનમાં ફસલ 50 ટકા જેટલી ઘટી ગઈ છે. મે 2021 માં રાજપક્ષે સરકારે કેમિકલ ફર્ટાઇઝર્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.આમાંથી ઘણી મહિલાઓ બેરોજગાર થતા અને ખુબ જ સારા ઘરોમાંથી પણ આવતી હોઈ તેમજ દેખાવે સુંદર હોઈ તેમની સાથે સેક્સ કરવા માફિયાઓથી લઇ મોટા ઘરના યુવાનો અને ધનાઢ્ય લોકો પણ વેશ્યાલયમાં લાઈનો લગાવી રહ્યા છે જેના કારણે કેટલીક મહિલાઓ શારીરિક તકલીફો અને હિંસાનો શિકાર પણ બની રહી છે.શ્રીલંકામાં સર્જાયેલી આ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે અસ્થિરતા પામેલી સરકાર પણ ઠેર ઠેર ખુલી રહેલાં વેશ્યાલયને કારણે મજબુર હોય કઈ પણ કરી શકે એમ નથી.હાલ શ્રીલંકા આર્થિક અને રાજકીય કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે પોતાનું જીવન નિર્વાહ ચલાવવા ગરીબથી લઇ મધ્યમ વર્ગીય સ્ત્રીઓ વેશ્યાવૃત્તિના ધંધામાં ઝંપલાવી રહી છે જે સ્થિતિ સ્ત્રીઓ માટે ખુબ જ ભયાવહ જણાઈ રહી છે.


