કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ વચ્ચે જ્યાં એક તરફ દેશ આખો ઘરમાં બંધ છે અને સોશિયલ સિસ્ટેંસની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતની મરકઝમાંથી લગભગ 1548 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી અધધ 441 લોકોમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા ભૂકંપ સર્જાયો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મરકઝમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી 441માં કોરોના વાયરના લક્ષણો દેખાયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં સામે આવેલા 97 પોઝિટિવ કેસોમાં 24 તો મરકઝના છે. આ દરમિયાન 2 લોકોના મોત નિપજ્યા છે.
મરકઝ મામલે સીએમ કેજરીવાલે વ્યક્ત કરી નારાજગી
મુખ્યમંત્રી કેજરીવાલે નિઝામુદ્દીનના તલલીગી જમાત કાંડની નિંદા કરતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં કોરોનાના જે કેસ સામે આવ્યા છે તેના રિસર્ચમાં જે મુખ્ય વાત સામે આવી છે તેમાં લોકલ કમ્યુનિટી ટ્રાંસમિસન થયું નથી. જોકે મરકઝથી જે લોકોને કાઢવામાં આવ્ય્યા છે તેમાંથી મોટાભાગના લોકો પોઝિટીવ હોઈ શકે છે. મરકઝમાં 12-13 માર્ચની આસપાસ મોટી સંખ્યામાં બહારથી લોકો આવ્યા હતાં અને શામેલ થયા થયા હતાં. જ્યાંથી તેમને કાઠવામાં આવ્યા છે તેમાં અત્યાર સુધીમાં 24 કેસ પોઝિટીવ આવ્યા છે.
મરકઝમાંથી કાઢાવામાં આવેલા 441 લોકોમાં કોરોનાના લક્ષણ
કેજરીવાલે જણાવ્યું હતું કે, મરકઝ મામલે દિલ્હી સરકરે સોમવારે સાંજે જ એફઆઈઆર દાખલ કરવા માટે ઉપ રાજ્યપપાલને પત્ર લખ્યો હતો. મને આશા છે કે, આ દિશામાં સત્વરે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ મામલે જે પણ અધિકારીએ કોઈ બેદરકારી દાખવી હશે તો તેના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. મરકઝમાંથી બહાર કાઢવામાં આવેલા 1548 લોકોમાંથી 441 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. આ બાબત ખુબ ભારે પડી શકે છે તેમ કેજરીવાલે કહ્યું હતું