નવી દિલ્હી: મૌલાના સાદે ના માત્ર દેશમાં કોરોના ફેલાવ્યો પરંતુ તેના માટે હવાલા દ્વારા વિદેશમાંથી ફન્ડિગ પણ હાંસલ કર્યું હતું.દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ ખુલાસો થયો છે સૂત્રોના જણાવ્યા અનુસાર, મરકઝ કાર્યક્રમ પહેલા મૌલાના સાદના એકાઉન્ટમાં મોટી રકમ આવી હતી.મૌલાના સાદના ચાર્ટર એકાઉન્ટન્ટ સાથે બેંકના એક અધિકારીએ પૂછપરછ કરી હતી.2005 પછી હવાલા દ્વારા મરકઝના ખાતામાં મોટી રકમ આવી હતી.સાઉદી અરબ અને અન્ય બાકી દેશમાંથી ખાવા પીવાના નામ પર રકમ આવવાની શરૂ થઈ હતી.દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મરકઝને નોટીસ મોકલી જાણકારી માગી હતી.નિઝામુદ્દીન મરકઝમાં મોટાભાગે ફન્ડિગ હવાલા દ્વારા થાય છે.જમાતિઓ દ્વારા દેશમાં કોરોના ફેલાવ્યા બાદથી મૌલાના સાદ ફરાર છે.પરંતુ પોલીસના શંકજામાંથી વધારે દિવસ દૂર રહેવું તેના માટે સંભવ નથી.પોલીસે મૌલાના સાદના ગુનાના હિસાબ કરવાનું શરૂ કર્યું છે.સૌથી મોટો ખુલાસો એ છે કે,મરકઝ કાર્યક્રમ પહેલા મૌલાના સાદના એકાઉન્ટમાં મોટી રકમ આવી હતી.2005 પછી હવાલા દ્વારા મરકઝના ખાતામાં આટલી મોટી રકમ આવી હતી.સાઉદી અરબ અને અન્ય દેશમાંથી ખાવા પીવાના નામ પરણ કેસ આવવાનું શરૂ થયું હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર,નિઝામુદ્દીન મરકઝમાં મોટાભાગના ફન્ડિંગ હવાલા દ્વારા થયા છે.દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ ખુલાસો તપાસ દરમિયાન કર્યો હતો.
નિઝામુદ્દીનના એક બેંક અધિકારીએ મૌલાના સાદના ચાર્ટર એકાઉન્ટન્ટની પણ પૂછપરછ કરી હતી.તબલીગી જમાતના મુખિયા મૌલાના સાદની સામે હવે EDએ પણ કેસ દાખલ કર્યો છે.સાદની સામે મની લોન્ડ્રિંગના ગુના અંતર્ગત કે દાખલ કરવામાં આવ્યો છે.બુધવારના જ દિલ્હી પોલીસે મૌલાના સાદ પર ગેર ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છે.તબલીગી જમાતના મૌલાના સાદની મુશ્કેલીઓ પહેલાથી જ વધતી જોવા મળી રહી છે.ત્યારે બુધવારે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ નિઝાનુદ્દીન મરકઝ પહોંચી હતી.જ્યાં ક્રાઇમ બ્રાન્ચથી બે રજીસ્ટર અને CPU પણ જપ્ત કરુંય હતું.