મુંબઈ તા. ૧૮ : લોકડાઉન વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કચેરીએ અહેવાલ આપ્યો છે કે, ‘રાજ્ય ગૃહ વિભાગ’ દ્વારા મકાનમાલિકોને ઓછામાં ઓછા ૩ મહિના માટે તેમના ભાડૂતોનું ભાડુ મુલતવી રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.તદનુસાર,મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે કે,આ સમયગાળા દરમિયાન ભાડાની ચુકવણી નહીં કરી શકનાર ભાડૂતને મકાનમાંથી બહાર કાઢવામાં ન આવે.આ સમયગાળા દરમિયાન કોઈપણ ભાડુઆતને ભાડાની ચુકવણી નહીં થવાને કારણે ભાડાના મકાનમાંથી ખાલી કરાવવામાં આવશે તો રાજય સરકાર વતી કાર્યવાહી કરવામાં આવશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની ઓફિસે પણ આ આદેશ જારી કર્યો છે.ઉલ્લેખનીય છે કે,ત્રણ મહિના બાદ ભાડું લઇ શકશે.

