નવી દિલ્હી, તા.28 માર્ચ 2020, શનિવાર
કોરોના સામે લડવા માટે હવે કંપનીઓને પણ કામે લગાડવામાં આવી રહી છે.
દેશની ટોચની કાર કંપની મારુતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે કંપનીમાં માસ્ક અને વેન્ટિલેટર બનાવવા માટે કેટલીક બીજી કંપનીઓ સાથે જોડાણ ક્યુ છે. હવે કંપનીએ દર મહિને 10000 વેન્ટિલેટર બનાવવાની જાહેરાત કરી છે. કંપની પોતાના સપ્લાયરો અને વેન્ડરોની પણ મદદ લેશે.કંપનીનુ કહેવુ છે કે, જેવી સરકારની મંજૂરી મળશે કે તરત જ ઉત્પાદન શુ કરી દેવામાં આવશે.આ માસ્ક હરિયાણા તેમજ કેન્દ્ર સરકારને પૂરા પાડવામાં આવશે. કંપનીએ આ જવાબદારી પોતાની સબસિડરી કંપની કૃષ્ણા મારુતિને સોંપી દીધી છે. સરકારને કંપની 20 લાખ માસ્ક બનાવીને મફતમાં આપશે.
તેની સાથે સાથે કોરોનાની સારવાર વખતે પહેરાતા પ્રોટેક્ટિવ ગીયર બનાવવા માટે પણ કંપનીએ તૈયારી બતાવી છે.


