– રિઝર્વ બેન્ક ચાર ટકા આસપાસ ફુગાવો રાખવાની કોશિષ કરી રહી છે
એજન્સી, દિલ્હી
માર્ચ મહિનામાં દેશનો રિટેઇલ ફુગાવો સાધારણ ઘટીને 5.91 ટકા રહ્યો હતો.ખાધાન્નના ભાવમાં ઘટાડો થતાં આગલા મહિનાની સરખામણીએ તેમાં ઘટાડો થયો હોવાનું સરકારી ડેટામાં જણાવાયું હતું.રિટેઇલ ઇન્ફેલશન જે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારીત છે તે ફેબ્રુઆરી 2020મામં 6.58 ટકા હતો અને આગલા વર્ષના માર્ચ 2019માં 2.86 ટકા નોંધાયો હતો.ફુડ બાસ્કેટનો ફુગાવો માર્ચ 2020માં 8.76 ટકા રહ્યો હતો જે આગલા મહિને 10.81 ટકા હોવાનું સીપીઆઈ ડેટામાં જણાવાયું હતું.રિઝર્વ બેન્ક ચાર ટકા આસપાસ ફુગાવો રાખવાની કોશિષ કરી રહી છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તે વધુ ઊંચો રહ્યો છે.