હત્યારાના સંબંધો પાકિસ્તાનના ઉગ્રવાદી સંગઠન સાથે હોવાનું બહાર આવ્યું,મૂળ વિલન એવા પાડોશીએ જ કન્હૈયાલાલની વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને તેની દુકાનની રેકી કરનારાઓમાં પણ તે સામેલ હતીઉદયપુરમાં ક્રૂરતાપૂર્ણ રીતે કરવામાં આવેલી હત્યાની તપાસમાં કરાચીના સુન્ની સંગઠન દાવત-એ-ઇસ્લામી સાથેના બે આરોપીઓના સંબંધોનો ખુલાસો થયો છે,જે પાકિસ્તાનના બરેલવી તહરીક-એ-લબ્બૈક ઉગ્રવાદી સંગઠનની સાથે જોડાયેલું છે.
કન્હૈયાલાલની હત્યાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે.નોંધપાત્ર છે કે નૂપુર શર્માના સપોર્ટમાં પોસ્ટ કરવા બદલ તેની હત્યા થઈ છે.જોકે તેને બરાબર સ્માર્ટફોન ચલાવતાં પણ આવડતું નહોતું.વિવાદાસ્પદ પોસ્ટ તેના દીકરાથી ભૂલથી મુકાઈ ગઈ હતી.વાસ્તવમાં કન્હૈયાલાલે મોતનો ભય પામીને સુરક્ષા માટે પોલીસમાં ફરિયાદ કરી હતી એમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેના પાડોશી નાઝિમે જ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી અને વૉટ્સઍપ ગ્રુપોમાં કન્હૈયાલાલની પોસ્ટને વાઇરલ કરી હતી એટલું જ નહીં,કન્હૈયાલાલની દુકાનની રેકી કરનારાઓમાં નાઝિમ પણ સામેલ હતો.બલકે નાઝિમે કન્હૈયાલાલને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેણે તેના સમાજના પ્રેશરમાં આવીને કન્હૈયાલાલની વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને તે સારી રીતે જાણતો હતો કે કન્હૈયાલાલને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં આવડતું નથી.
મંગળવારે ભીલવાડાના ૩૮ વર્ષના નિવાસી રિયાઝ અત્તરી અને ૩૯ વર્ષના ઉદયપુરના નિવાસી ગૌસ મોહમ્મદે પયગમ્બર મોહમ્મદ વિશેની બીજેપીનાં નેતા નૂપુર શર્માની કમેન્ટ્સને સપોર્ટ કરવા બદલ ટેલર કન્હૈયાલાલની હત્યા કરી હતી.અત્તરી એક વેલ્ડર છે કે જેણે પયગમ્બર વિશેની કમેન્ટનો વિવાદ થયો એના પહેલાં જ હત્યા માટે છરો તૈયાર કર્યો હતો.આ બન્ને આરોપીઓ ઉદયપુરમાં ટેલરની હત્યા કર્યા બાદ અજમેર શરીફ ખાતે બીજો એક વિડિયો શૂટ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાન પોલીસે રાજસમંદ ખાતેથી તેમની ધરપકડ કરી હતી.

