જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ ગિરિશ ચંદ્ર મૂર્મૂના સલાહકાર(LG) ફારૂક ખાને ‘ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવ 2020મા કહ્યું હતું કે, પ્રશાસનનું પહેલુ લક્ષ્ય કે, જેમને ગોળીની ધમકીથી કાશ્મીર છોડવું પડ્યુ હતું એવા કાશ્મીરી પંડિત ભાઇ બહેનોને કાશ્મીરમાં ફરી સ્થાપિત કરવાનું. તેમને પૂરા સન્માન સાથે પાછા લાવીશું અને કોઇ ડર વિના, જોખમી કાશ્મીરમાં ખુશહાલ જીવન જીવી શકશે. આપણાંમાંથી ઘણાં ઓછા લોકો જાણે છે કે, કાશ્મીર 100 ટકા હિન્દુ રાજ્ય હતું. જે લોકો ત્યાં જાય છે તેમણે કાશ્મીર સંગ્રાહલયમાં જવું જોઇએ અને જોવું જોઇએ કે ત્યાં શું છે. એ તમને પ્રાચીન કાશ્મીરના ઇતિહાસની સ્પષ્ટ છબી દેખાડે છે.
તો ઉપ રાજ્યપાલ ગિરિશ ચંદ્ર મુર્મૂએ કઠુઆ જિલ્લામાં શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતી રાજ્ય સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓ સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થવાથી નોકરીઓ અને જમીન સંબંધિત કોઇ નુકસાન નહીં થાય. દૂરવર્તી અને સીમાવર્તી વિસ્તારોમાં દરેક ઘર સુધી પાણી, વીજળી અને રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ દરમિયાન મહિલા સરપંચોના એક પ્રતિનિધિ મંડળે ઉપરાજ્યપાલ ગિરિશ ચંદ્ર મુર્મૂ સાથે મુલાકાત કરી હતી અને તેમના વિસ્તારના મુદ્દાઓથી અવગત કરાવ્યા હતા. મુર્મૂએ 74મા સંવૈધાનિક સંશોધનના અમલીકરણને લઇને સરકારની પ્રતિબદ્વતા દર્શાવતા કહ્યું હતું કે, આ માત્ર સ્થાનિક સ્તરે જ શાસનને મજબૂત નહીં કરે પરંતુ, વિકાસના કામોને પણ વેગ આપશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભાગીદારી અને સહયોગથી જ સ્થાનિક સ્તરના શાસનને મજબૂત કરી શકાય છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ના અધિકાંશ પ્રાવધાનોને નાબૂદ કરી દીધા હતા. કલમ 370 નાબૂદ કરતા જમ્મુ-કશ્મીરને જમ્મુ અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધુ હતું.