દેશમાં હાલમાં જો કોઈ સૌથી મોટી ચર્ચા હોય તો લોકડાઉન છે. એ ક્યારે હટશે તેની પર તમામ લોકોની નજર છે. દેશમાં 25 માર્ચથી 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. કેન્દ્ર સરકારના આંકડાઓ જોઈએ તો સરકાર લોકડાઉનના કારણે પ્રથમ સ્ટેજમાં થનારા નુક્સાનને રોકી શકી છે. હવે દેશમાં લોકડાઉન અલગ અલગ તબક્કામાં હટી શકે છે. સરકાર સામે સૌથી મોટી સમસ્યા એ છે કે, 14 એપ્રિલના રોજ લોકડાઉનનો સમય પૂરો થતાં જ લોકોને નિયંત્રિત કેવી રીતે કરવા આ માટે નવી નિતીઓ ઘડાઈ રહી છે. લોકડાઉન પૂર્ણ થતાં કરોડો લોકો ઘરમાંથી બહાર નીકળી રસ્તાઓ પર ઉતરી જશે. સરકાર અલગ અલગ તબક્કાઓ પ્રમાણે લોકડાઉન હટાવવાની તૈયારીઓ કરી રહી છે. આ માટે હાલમાં એક મીટિંગ પણ ચાલી રહી છે. યુપી સરકારે તો સાફ ચેતવણી આપી છે કે એક પણ કોરોનાનો કેસ હશે તો સરકાર લોકડાઉનને નહીં હટાવે. દેશમાં સ્કૂલ અને કોલેજો શરૂ થશે એ બાબત હજુ અસમંજસમાં છે. હાલની સ્થિતિ જોતાં સરકાર સ્કૂલો અને કોલેજો ખોલવા માટે મંજૂરી નહીં આપે તેવી સંભાવના છે. કોરોના વાયરસના કહેર વચ્ચે કોઈ સરકાર બાળકો માટે રિસ્ક લેવા તૈયાર નથી.
સ્કૂલ અને કોલેજ બાબતે કોઈ સરકાર રિસ્ક લેવા નથી તૈયાર, ફસાયેલા લોકોને મળી શકે છે છૂટ
બજાર અને માર્રેટયાર્ડો ખોલવામાં મળી શકે છે રાહત
ઓછા કેસો છે એ જિલ્લાને લોકડાઉનમાં પ્રથમ મળશે રાહત
લોકડાઉન નહીં હોય તો પણ સોશિયલ ડિસ્ટેસિંગનું કરવું પડશે પાલન
સિમિત માત્રામાં પરિવહનની સેવાઓ ચાલુ થશે
દેશમાં 4375 કેસો આવ્યા બહાર
દેશમાં અત્યારસુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4375એ પહોંચી ગઈ છે. દેશમાં મોતનો આંક 122એ પહોંચી ગયો છે. દેશમાં 329 લોકો હાલમાં રિકવર થયા છે. દેશમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યાં છે. આ રાજ્યમાં આંક 781એ પહોંચી ગયો છે. તામિલનાડુમાં પણ 571 કેસો પોઝિટીવ જોવા મળ્યા છે. દિલ્હીમાં પણ 503 કેસો કોરોના પોઝિટીવ છે. તેલંગણામાં 334 અને કેરળમાં 314 કેસો કોરોના પોઝિટીવ નોંધાયા છે. દેશમાં સાંજે 6 વાગે એક હાઈપાવર કમિટીની મળવા જઈ રહેલી બેઠક બાદ નિર્ણય કોઈ પણ લેવાય તેનો અમદાવાદીઓને નહીં મળે લાભ એ નક્કી છે. અમદાવાદમાંથી લોકડાઉન હટે તેવા કોઈ સંજોગો હાલમાં નથી.
દિલ્હીમાં સૌથી વધારે કેસો તબલિગી જમાત સાથે જોડાયેલા છે. જેનો મુખ્ય સૂત્રધાર મૌલાના સાદ હાલમાં ફરાર છે. લોકડાઉન પર સાંજે 6 વાગે એક હાઈપાવર કમિટની બેઠક યોજાવાની છે. દેશમાં 4 એપ્રિલ બાદ યોજના પર ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન રહેશે પણ જે રાજ્યમાં લોકડાઉન હટશે ત્યાં કલમ 144 લાગુ રહેશે. દેશભરમાં હવે 14મી એપ્રિલ બાદ તબક્કાવાર લોકડાઉન હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. મોદી સરકારે આ બાબતે તૈયારીઓ પણ કરી લીધી છે. રાજ્ય સરકારો સાથે પણ ચર્ચા કરી રાજ્યની સ્થતિઓ પણ જાણી લીધી છે. સરકાર લોકડાઉનમાં રાહત આપશે એ નક્કી છે પણ જ્યાં કોરોનાએ હોટસ્પોટ બનાવ્યા છે એ શહેરોમાં હાલમાં લોકડાઉન હટાવવું સરકાર માટે પણ મુશ્કેલ છે. હિમાચલ પ્રદેશમાં તબલિગી જમાત સાથે જોડાયેલા 12 લોકોએ અને એમની સાથે સંપર્કમાં આવેલા 51 લોકોએ જાતે હોમ કવોરંટિન કરી લીધું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 13 લોકોનાં મોત થયા છે અને 693 કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં બહાર આવેલા કેસોમાં 1,445 કેસો તબલિગી જમાત સાથે જોડાયેલા છે.
લોકડાઉન હટશે તો પણ હશે આ નિયમો
લોકડાઉન પૂર્ણ થાય છતાં પણ આંતરરાજ્ય વાહનો ચાલુ થવાની સંભાવના ઓછી છે.
જો કોઈ બીજા રાજ્યમાં ફસાયું હોય તો વિશેષ પરિસ્થિતિમાં મંજૂરી મળશે એ પણ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ મંજૂરી મળશે. તમામ પ્રકારના ખાનગી વાહનો પર તો પ્રતિબંધ હટે તેવી કોઈ સંભાવના નથી.
જરૂરી સેવાઓ સંબંધિત વાહનો જ રોડ પર દોડશે.
રેલ સેવા, હવાઈ સેવા 30 એપ્રલ સુધી બંધ રહી શકે છે. હાલત સુધરતાં ચરણબદ્ધ રીતે સેવાઓ શરૂ થશે.
તમામ રાજ્યો સરકારી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રોમાં કામ કરવા માટે રોસ્ટર અનુસાર મંજૂરી આપી શકે છે.
તમામ રાજ્યોએ એક સપ્તાહમાં જ લોકડાઉન પૂર્ણ થયાને એક રિપોર્ટ કેન્દ્રને આપવો પડશે. જેમાં આગળની રણનીતિનો ઉલ્લેખ કરવો પડશે.
ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદ
રાજ્યભરમાં અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા છે ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે વ્યકત્ કરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોનાના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનના ચુસ્ત પાલન પર ખાસ ભાર મુક્યો છે. તેઓએ કહ્યું છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 11 પોઝીટીવ કેસ નોધાયા છે અને આ તમામ કેસ મહાપાલિકાએ શોધ્યા છે. જે 11 કેસ નોંધાયા તેમાં 10 કેસ તબલિગી જમાતના છે. અત્યાર સુધી 177 લોકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદમાં લોકડાઉનના પાલન માટે કેમેરા નેટવર્ક ખૂબ ઉપયોગી નિવડ્યું છે. લોકડાઉનના ચુસ્ત અમલ માટે રાજકીય અને ધાર્મિક નેતાઓ લોકોને ઘરમાં રહેવા સમજાવે તેવી અપીલ કરી છે.
રાજ્યભરમાં અમદાવાદમાં કોરોનાના પોઝીટીવ કેસની સૌથી વધુ સંખ્યા છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં કેસ વધે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોનાના કેસ વધતા અટકાવવા માટે લોકડાઉનના ચુસ્ત પાલન પર ખાસ ભાર મુક્યો છે. તેમણે કહ્યું છે કે, અમદાવાદમાં 24 કલાકમાં 11 પોઝીટીવ કેસ નોંધાયા છે અને આ તમામ કેસ મહાપાલિકાએ શોધ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમં 11 નવા કેસ નોંધાયા છે. આ 11 કેસમાંથી 10 કેસ તબલિગી જમાત સાથે સંકળાયેલા છે. જણાવી દઈએ કે, માર્ચ મહિનામાં 1219 લોકો વિદેશથી પરત ભારત આવ્યા છે. હાલમાં અમે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે કામ કરી રહ્યા છીએ. જેમાં અમે કેમેરા નેટવર્કના કારણે લોકડાઉનનો અસરકાર અમલ કરાવવા માટે કર્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 64 કેસ નોંધાયા છે. જેથી અમદાવાદ હવે કોરોનાને કારણે ક્રિટિલક કન્ડીશનમાં છે.