– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 19 દિવસ સુધી લોકડાઉનનો બીજો તબક્કો અમલી થવાની જાહેરાત કરી હતી
દિલ્હી,
દેશભરમાં બુધવારથી લોકડાઉન 2.0નો અમલ શરૂ થઈ ગયો છે.આ વખતે વધુ કડકપણે લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.સરકારે બુધવારે લોકડાઉના બીજા તબક્કાની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.આ ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે,લોકો શું કરી શકે અને શું નહીં તે વિશે જણાવાયું છે. સરકારે કેટલીક સેવાઓ પરથી શરતી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે.હોટસ્પોટ વિસ્તારોમાં 3જી મે સુધી આવશ્યક ચીજવસ્તુઓની છૂટ આપવામાં આવી છે પરંતુ તેમાં શરતોનું ઉલ્લંઘન થશે તો પ્રતિબંધ વધુ લંબાવી શકાય છે 20 એપ્રિલથી કેટલીક સેવાઓને છૂટ મળશે પરંતુ નિયમોનું પાલન નહીં થતું હોય તો છૂટ પરત ખેંચી લેવાશે
20 એપ્રિલથી આટલા આવશ્યક સ્થળ પર છૂટ અપાશે
-કરિયાણા તેમજ રાશનની દુકાન
-ફળ-શાકભાજીની લારીઓ,સ્વચ્છતા માટેના સામાનના વિક્રેતાઓ
-ડેરી અને દૂધ પાર્લર્સ,પોલ્ટ્રી,મીટ,માછલી અને ઘાસની દુકાન
-ઈલેક્ટ્રિશિયન,આઈટી રીપેર્સ,પ્લંબર,મોટર મિકેનિક,કારપેન્ટર,કુરિયર,ડીટીએસ અને કેબલ સેવા
-ઈ-કોમર્સ કંપની કામકામજ શરૂ કરી શકશે.ડિલીવરી માટે ઉપયોગમાં લેવાતા વાહનોને વિશેષ મંજૂરી મળશે
-હોમ ડિલીવરીનો પ્રબંધ કરવાની જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી રહેશે,આમ કરવાથી લોકો બહાર ઓછા નિકળશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે
આ સેવાઓને પણ 20 એપ્રિલથી છૂટ મળશે
-આઈટી અને સંલગ્ન સેવા ધરાવતી ઓફિસ,આ ઓફિસોમાં 50%થી વધુ સ્ટાફ નહીં રાખી શકાય
-ફક્ત સરકારી ગતિવિધિ માટે કામ કરતા ડેટા અને કોલ સેન્ટર
-ઓફિસ તેમજ રહેણાક સોસાયટીઓની ખાનગી સિક્યોરિટી તેમજ મેઈન્ટેનન્સ સેવા
-ટ્રક રીપેર માટે હાઈવે પર દુકાન અને ઢાબા ખુલશે.રાજ્ય સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે તેની ચકાસણી કરવાની રહેશે
-શહેરી વિસ્તારની હદની બહારના ગામોમાં ઉદ્યોગો શરૂ કરી શકાશે
-ગામડામાં ઈટના ભઠ્ઠા અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીને મંજૂરી
-ગ્રામ પંચાયત સ્તરે સરકારનરી મંજૂરી ધરાવતા કોમન સર્વિસ સેન્ટર ખુલી શકશે
-કોલ્ડ સ્ટોરેજ તેમજ વેરહાઉસિસ સેવા
-ફિશિંગ ઓપરેશન (દરિયાઈ અને દેશની અંદર) યથાવત્ રહેશે.
-ચા,કોફી,રબર અને કાજૂના પ્રોસેસિંગ પેકેજિંગ માર્કેટિંગ અને વેચાણ માટે હાલમાં 50 ટકા મજૂરો જ કામ કરી શકશે
-દૂધ કલેક્શન,પ્રોસેસિંગ,ડિસ્ટ્રિબ્યુશન અને ટ્રાન્સ્પોર્ટેશન થઈ શકશે
-પોલ્ટ્રી ફાર્મ સહિત અન્ય પશુપાલન કામગીરી શરૂ થશે
-પશુ દાણ તેમજ સોયાનું ઉત્પાદન તેમજ વિતરણ થઈ શકશે.પશુ શેલ્ટર અને ગૌશાળાઓ ખુલશે
જાહેર સ્થળ વિશેની માર્ગદર્શિકા
-પબ્લિક અને વર્ક પ્લેસ પર માસ્ક લગાવવું જરૂરી છે.આ દરેક જગ્યાઓ પણ સરકારના આદેશ પ્રમાણે નિયમ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
-કોઈ પણ સંસ્થામાં 5 અથવા તેથી વધારે લોકો ભેગા થઈ શકશે નહીં
-લગ્ન અથવા અંતિમ સંસ્કાર જેવા પ્રસંગે પ્રશાસનના નિયમોનું પાલન કરવું જોઈએ
-પબ્લિક પ્લેસ પર થૂકવાથી સજાની સાથે દંડ થશે
-દારૂ,ગુટખા અને તમાકુ જેવા ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
-દરેક સંસ્થાઓમાં કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનિંગ અને સેનેટાઈઝેશનની વ્યવસ્થા હોવી જોઈએ
-શિફ્ટ બદલાય તે દરમિયાન એક કલાકનો ગેપ આપવો જરૂરી. લંચ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી
-ઘરમાં 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અથવા 5 વર્ષથી નાના બાળકો હોય તો કર્મચારીને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહન આપવું
-ખાનગી અને સરકારી વિસ્તારના દરેક કર્મચારીઓએ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વધારવો
-દરેક સંસ્થા શિફ્ટ પૂરી થતાં ઓફિસ અથવા પરિસરને સેનેટાઈઝ કરવું
-સંસ્થા અથવા ઓફિસમાં મોટા પાયે મીટિંગ નહીં કરી શકાય