ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ રાજ્યમાં 36 કલાકમાં કોરોનાના દર્દીઓના 13 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. હાલ અમદાવાદમાં 6 દર્દીઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના પોઝિટીવ કેસો અંગે રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. ગુજરાતમાં અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે કોરોના વાયરસ ફેલાયેલો એટલે ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે.
આજે યુ.એન.મહેતા હોસ્પિટલમાં CM રૂપાણીએ નિરીક્ષણ કર્યું હતું. CM રૂપાણીએ કોરોનાને લઈને તૈયારીઓની સમીક્ષા કરાઈ રહી છે. મુખ્ય સચિવ અને આરોગ્યના અગ્ર સચિવ પણ હાજર રહ્યા હતા. CMએ ગઈકાલે કોરોનાને લઈને એક ટીમ બનાવી હતી. અધિકારી અને મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે.
સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કોરોના વાઈરસ માટે અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલ જે 1200 બેડ છે તે આખી હોસ્પિટલ કોરોના વાઈરસના આઈસોલેશન માટે ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસની સારવાર માટેનો સ્ટાફ મુકવામાં આવશે.
કોરોનાના પોઝિટીવ કેસો અંગે રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ પણ કોરોના ફેલાવાની શક્યતા છે. ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં કોરોના સ્ટેજ 2 અને 3ની વચ્ચે છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ 13 કેસ હાલ નોંધાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ખરાબમાં ખરાબ સ્થિતિને પહોંચી વળવાની પણ પુરતી તૈયારી કરી નાંખી છે. કોરોના વધુ ન ફેલાય એટલે જનજાગૃતિ, સ્વયં શિસ્ત જાળવવી પડશે.
સીએમ રૂપાણીએ વૃદ્ધો જરૂર પુરતા જ ઘર બહાર નીકળવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, શરદી, ઉધરસ, તાવની તાત્કાલીક સારવાર લો. કોરોનાના લક્ષણો દેખાય તો સરકારને જાણ કરો. પોઝિટિવ કેસ વધે નહીં અને થાય તો તાત્કાલીક ટ્રિટમેન્ટ શક્ય છે. ક્વોરોન્ટાઈન લોકો ઘર બહાર ન નીકળે, અને કોઈને ખબર પડે તો તાત્કાલિક તંત્રને જાણ કરો. તેમણે કહ્યું કે, અમદાવાદની U.N. મહેતા હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે 1200 બેડ રિઝર્વ છે. 1200 બેડ માત્ર કોરોનાના પોઝિટિવ દર્દી માટે રાખવામાં આવશે. રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદમાં ઈન્ફેક્શન કંટ્રોલ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત પણ કરી છે.