કોગ્રેસના વરિષ્ઠ અગ્રણીદ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
સુરત, તા.૨૪
ઇફકો, ક્રીભકો,નાબાર્ડ, મહેસાણા સહકારી બેંકમાં વર્ષો સુધી સફળ નેતૃત્વ પુરુ પાડનાર કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી નટુભાઈ પટેલના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વ. નટુભાઈ પટેલ સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય સંસ્થામાં વર્ષો સુધી નેતૃત્વ આપીને સહકાર ક્ષેત્રના સિદ્ધાંતોને મજબુત બનાવ્યા. સહકારી પ્રવૃત્તિ દ્વારા લાખો ખેડૂતોને વ્યવસ્થામાં જોડીને ઉત્તમ નેતૃત્વ આપ્યું. સ્પષ્ટ વક્તા એવા સ્વ. નટુભાઈ પટેલના નિધનથી ગુજરાતે કર્મઠ આગેવાન,ખેડૂતોના પ્રતિનિધિ અને સક્રિય નેતા ગુમાવ્યા છે. હું તેમના નિધન અંગે શોકાંજલિ પાઠવું છું.
સહકાર ક્ષેત્રના વરિષ્ઠ આગેવાન શ્રી નટુભાઈ પટેલના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું કે સ્વ. નટુભાઈ પટેલ વર્ષોથી વિવિધ સહકારી રાષ્ટ્રીય સંસ્થાઓમાં સક્રિય રહીને ખેડૂતો માટે, સહકારી
આભાર – નિહારીકા રવિયા માળખાથી મજ્બુત નેટવર્ક ઉભુ કર્યું હતું. ખેડૂતોના કલ્યાણ માટે સહકારના સિધ્ધાંતને જીવનમંત્ર બનાવનાર સ્વ. નટુભાઈ પટેલે આજીવન યોદ્ધા જેમ અડીખમ સહકારી ક્ષેત્રે મહેનત કરી અને ગમે તેવા વાવાઝોડા વચ્ચે પડકારના સમયમાં પણ ખેડૂતોના હિત, સહકાર ક્ષેત્રને કેન્દ્ર સ્થાને રાખી લડાયક મિજાજ સાથે આજીવન લડતા રહ્યા. તેમના નિધનથી ગુજરાતના સહકારી ક્ષેત્રના મોભી ગુમાવ્યા છે. સ્વ.નટુભાઈ પટેલના નિધનથી ગુજરાતે સહકારી ક્ષેત્રના જૂની પેઢીના સક્રિય નેતા ગુમાવ્યા છે.
રાષ્ટ્રીય સહકારી સંસ્થામાં વર્ષો સુધી સક્રિય નેતૃત્વ આપનાર શ્રી નટુભાઈ પટેલના નિધન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ સહિતના આગેવાનોએ શોકાંજલિ પાઠવી છે.