નવી દિલ્હી, 6 એપ્રિલ 2020, સોમવાર
કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં દુકાનો પણ ખાલીખમ થઈ હતી તે અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 31.4 ટકા ભારતીયોએ લોકડાઉન પહેલા જ તેમણે અનાજ-કરિયાણું અને દવાનો સ્ટોક કરી લીધો હતો.
કોરોનાવાયરસને ફેલાતો રોકવા માટે વડાપ્રધાનએ 25 માર્ચએ લોકડાઉન જાહેર કર્યું અને આ ઘોષણાએ સામાન્ય લોકોને ચોંકાવી દીધા પરંતુ કેટલાક લોકોએ જીવન જરૂરીયાતની વસ્તુઓની જમાખોરી પણ કરી શરુ કરી દીધી.
આઈએએનએસ સી વોટર ગૈલપ ઈંટરનેશનલ એસોસિએશ કોરોના ટ્રેકર દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભારતીયોને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે તેમના ઘરમાં કેટલાક દિવસનું કરિયાણું અને દવા છે.
સર્વેમાં જાણવા મળ્યું કે 68.7 ટકા લોકોના ઘરમાં ઓછામાં ઓછું 3 સપ્તાહ ચાલે તેટલું કરિયાણું છે. જ્યારે 31.4 ટકા લોકોએ ત્રણ સપ્તાહથી પણ વધુ ચાલે એટલું અનાજ ભર્યું છે.
સર્વેમાં જણાવ્યાનુસાર 12.2 ટકા ભારતીયો પાસે એક સપ્તાહ કે તેથી ઓછા દિવસ ચાલે એટલી જ જીવન જરૂરીયાતની વસ્તુઓ છે. જ્યારે 37.3 અને 19.2 ટકા લોકો પાસે ક્રમશ: એક અને બે સપ્તાહ પુરતો જરૂરી સામાન છે. જે લોકોએ વધારે સમય માટે સામાન એકત્ર કર્યો છે તેની ટકાવારી 6.2 ને 15.6 જેટલી છે. માત્ર 9.6 ટકા ભારતીયો પાસે જ એક મહિનાનું કરિયાણું છે.