સીએનજીનાં પ્રતિ કિગ્રાએ 2.25 અને પીએનજીમાં પ્રતિ SCMએ 1 નો ઘટાડો
મહેસાણા,
સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા ગુરૂવારથી રેસિડેન્સિયલ પીએનજી અને સીએનજીના ભાવમાં ઘટાડો કરાયો હતો. સાબરમતી ગેસ લિમિટેડે પોતાના ગ્રાહકો માટે સીએનજીના ભાવમાં રૂ.૨.૨૫ /કિગ્રાનો ઘટાડો કર્યો છે જે ૯ એપ્રિલ, ૨૦૨૦ થી લાગુ થશે. સાબરમતી ગેસ રૂ.૫૨.૬૫ /કિગ્રાના ભાવે સીએનજી રિટેલ કરશે. સાબરમતી ગેસે પીએનજી ડોમેસ્ટિક ગ્રાહકો માટે પીએનજીના ભાવમાં રૂ.૧ /SCMનો ઘટાડો કર્યો છે જે ૯ એપ્રિલ, ૨૦૨૦ થી લાગુ થશે.
પીએનજીનો સુધરેલો ભાવ રૂ.૨૭.૭૦ /SCM રહેશે. ભાવ ઘટાડાથી ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,મહેસાણા અને પાટણના ૨ લાખ કરતા પણ વધુ વાહનમાલિકો અને ૧.૮૫ લાખ કરતા વધુ રહેવાસીઓને ફાયદો થશે.નોંધનીય છે કે સાબરમતી ગેસ લિમિટેડ (GSPC અને BPCLનું સંયુક્ત સાહસ) નો બિઝનેસ કુદરતી ગેસનું વિતરણ કરવાનો છે.ઉત્તર ગુજરાતના ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં તેનું સીએનજી અને પીએનજીનું નેટવર્ક કાર્યરત છે.૧૦૨ સીએનજી સ્ટેશનોના નેટવર્ક સાથે સાબરમતી ગેસ ૨ લાખ વાહનધારકોને ઇંધણ પૂરું પાડે છે.સાબરમતી ગેસ લિમિટેડનું પીએનજી નેટવર્ક ૫ જિલ્લાઓના ૧.૮૫ લાખ કરતા પણ વધુ રહેવાસીઓને કુદરતી ગેસ પૂરો પાડે છે.