સુરતઃ કોરોના વાયરસને લઇને જે રીતે લોકડાઉન આપવામાં આવ્યુ છે.ત્યારે સુરતમાં રોજી રોટીની શોધમાં આવીને રહેતા પર પ્રાંતિય જે સુરતના કપડાં ઉધોગમાં કામ કરે છે.જોકે લોકડાઉનને લઇને કારીગરો પાસે નથી રૂપિયા કે નથી ખાવા માટે રાશન અને સૌથી વધુ વતનમાં રહેતા પરિવારની હાલત દયનીય બની છે.ત્યારે પરિવારની ચિંતા અને લઇને સતત વતન જવાની જીદ સાથે કારીગરનો મોટો વર્ગ રસ્તા પર ઉતરીને દેખાવ કરે છે ત્યારે આજે શહેરના છેવાડે આવેલ સચિન વિસ્તરમાં તલગ પૂર ગામ ખાતે રહેતા કારીગરીનો મોટો વર્ગ રસ્તા પર સમાન સાથે ઉતરીને દેખાવ કર્યો હતો જોકે પોલીસે બનાવ વાળી જગ્યા પર પહોંચીને કારીગરોને સમજાવીને પરત ઘરે મોકલ્યા હતા.કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા જે રીતે લોકડાઉન આપવામના આવ્યુ છે.ત્યારે ગુજરાતનું સુરત આમ તો કાપડ ઉધોગ મોટા પ્રમાણમાં આવેલા છે.સુરતમાં રોજી રોટીની શોધમાં સુરત આવીને વસવાટ કર્યો છે.જોકે કોરોનાને લઇને તમામ ઉધોગ બંધ છે તેવામાં કારીગર પાસે રૂપિયા નથી ઘરમાં રાશાન નથી અને જમવાના કોઈ વ્યવસ્થા નથી.ત્યારે આ મામલે સુરતના પાંડેસરા,લસકાણા,વેડરોડ અને વરાછામાં કારીગર રસ્તા પર ઉતર્યા હતા.
આ કારીગરોની માત્ર માંગ હતીકે તેમને તેમના વતન જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો જોકે તંત્ર દ્વારા તેમની સમજાવી તેમના નિવાસ્થાન મોકલી આપવામાં આવિયા હતા જોકે તંત્ર દ્વારા તમની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.પણ આ કારીગરોને વતનમાં રહેતા પરિવાર પાસે નથી.રાશન કે નથી રાશન લેવાના રૂપિયા ત્યારે પોતાના પરિવારની હાલત દિવસેને દિવસે બગડી રહી છે.ત્યારે પરિવાર પાસે પોહાચાવી જીદને લઇને સુરતના છેવાડે આવેલા સચિન તળગપુર ગામ ખાતે આજે મોટા પ્રમાણમાં કારીગરો સમાન સાથે વતન જવા માટે બહાર નીકળ્યા હતા.
જોકે પોલીસને આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પહોંચીને તમામ લોકોને સમાજવીને તેમના ઘરે મોકલ્યા હતા.સતત સુરતમાં રહેતા કારીગર પોતાના વતન જવાને લઇને છેલ્લા 5 દિવસમાં અલગ અલગ 7 જગ્યા પર બહાર આવ્યા છે.ત્યારે સુરતમાં રહેતા અંદાજીત 7 લાખ કરતા કરીગારો વતન જવાની જીદને લઈએ છસવારે બહાર આવીને હંગામો મચાવે છે.