સુરત, તા. 12 એપ્રીલ 2020, રવિવાર
કોરોના વાયરસે વૈશ્વિક ફલક ઉપર ઉત્પાત મચાવ્યો છે જેના પગલે લોકો ભયભીત બની તણાવ અનુભવી રહ્યા છે.લોકડાઉનના પગલે ધંધા-રોજગાર ઠપ થયા છે જેના કારણે ગરીબોની સ્થિતિ દા઼રૂણ બની છે.સમગ્ર દેશ અભૂતપૂર્વ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.
આ વિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રને મદદરૂપ થવા સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના ખેલાડીઓ દ્વારા પી.એમ. કેર્સ ફંડમાં ૫૩,૦૦૦/- રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું હતું.
સમગ્ર ટીમની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કોચ કિરીટભાઈ પટેલ (બી.આર.સી. કો-ઓર્ડીનેટર, ઓલપાડ), ક્રિકેટ ટીમના કેપ્ટન ભાવેશ પટેલ (એમ.પી.એચ.ડબલ્યુ., અસનાડ- પી.એચ.સી. કરંજ) તથા વાઇસ કેપ્ટન સંજય પટેલ (તલાટી કમ મંત્રી, સ્યાદલા)એ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલને ચેક અર્પણ કર્યો હતો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ટીમના સભ્યોના આ માનવીય અભિગમને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.