સુરત : મહુવા તાલુકાના ગામોમાં મકાનોની દીવાલ-છત તૂટીઃ શેખપુર ગામે નદીમાં તણાયેલા આધેડનો મૃતદેહ મળ્યો સુરત શહેર-જિલ્લામાં આજે છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.મહુવામાં મકાનોની દીવાલ, છત તૂટી જવાના બનાવ બન્યા હતા.
સુરત જિલ્લા ફ્લ્ડકંટ્રોલશાખાના સુત્રોના જણાવ્યા મુજબ આજે દિવસ દરમિયાન સુરત શહેર સહિત જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાએ ખમૈયા કર્યા હતા.સિટીમાં સેન્ટ્રલ અને રાંદેર ઝોનમાં 9 મીમી, કતારગામમાં 8,વરાછા ઝોન એ તથા બીમાં 13લિંબાયતમાં 10 અઠવામાં આઠ,ઉધનામાં 16 મીમી વરસાદ સાથે સિટીમાં સરેરાશ 10 મીમી વરસાદ નોંધાયો હતો.સિટીમાં વિયર કમ કોઝવેની સપાટી 6.64 મીટર નોંધાઇ છે.
જિલ્લામાં સૌથી વધુ પલસાણામાં 0.8 ઇંચ અને ઉમરપાડામાં 0.7ઇંચ વરસાદ નોંધાયો હતો.મહુવા તાલુકાના સણવલ્લા,અનાવલ,ભોરિયા,વરસાઈ,દેદવાસણ,સાંબા તથા પુના ગામમાં મકાનોની દિવાલ,આંગણાની છત તુટી પડવાના સાત જેટલા બનાવો બન્યા છે.જેમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.મહુવાના શેખપુર ગામે પુર્ણા નદીની કોતરમાં 46વર્ષીય મુકેશ મનુભાઈ કુંકણાનો મૃત્તદેહ મળી આવ્યો છે.

