ન્યુ દિલ્હી,તા.૨૫
છેલ્લા કેટલાક દિવસથી ભારે તેજી બાદ બુલિયન માર્કેટમાં તેજીએ વિરામ લીધો હતો. અમદાવાદામાં સોનું (૯૯.૯) આશરે રૂપિયા ૮૫૦ ઘટી રૂા.૪૪,૧૦૦ થયા છે. જ્યારે ચાંદી કીલો પણ લગભગ રૂપિયા ૪૦૦ ઘટી ૪૯૫૦૦ થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસ દીઠ ભાવ ૧૬૫૨ ડોલર નોંધાયા છે.
જ્યારે ચાંદી ૧૮.૪૫ ડોલર રહ્યા હતા. કોરોના વાઈરસમાં થઈ રહેલા ફેલાવાને લીધે વૈશ્વિક અર્થતંત્ર પર મંદીનું જોખમ સર્જાય તેવી દહેશત પાછળ તાજેતરમાં બુલિયન માર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી.
સોનાના ભાવમાં ઘટાડો : સોનુ ૧૦ ગ્રામ દીઠ ૮૫૦ ઘટી ૪૪,૧૦૦ પર પહોંચ્યું
Leave a Comment