અમદાવાદ :અમદાવાદમાં વધુ 50 કેસ સાથે કુલ કોરોના (corona virus) કેસનો આંકડો 133 પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં લોકડાઉન વચ્ચે કાયદા અને વ્યવસ્થાના પાલન અંગે રિપોર્ટ આપતા શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી લોક ડાઉનમા 1829 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. લોક ડાઉનનો અસરકારક અમલ થઈ રહ્યો છે. 144નો ભંગ કરતા 1744 ગુના અને 5243 લોકોની ધરપકડ કરાઈ છે. ગઈકાલે 245 ગુના અને 618 લોકોની ધરપકડ કરાઈ છે. 25 ડ્રોન અમદાવાદમા ઉડાડવામાં આવ્યા છે. ગઈ કાલે કુલ 589 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને 7 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બિનજરૂરી બહાર નીકળેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઇનમા 1853 લોકોને ચેક કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં ચેકપોસ્ટ પર લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓની પણ શારીરિક તપાસ થઈ રહી છે. 9 પેરામીટર પર ચકાસણી થાય છે. અમે જે એપ્લિકેશન બનાવી છે તેમાં એન્ટ્રી કરીએ છીએ.