દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસ વિશે જેટલી માહિતી એકત્ર કરી રહ્યા છે તેટલા જ ડરામણા પરિણામો જોવા મળી રહ્યા છે.તેના આટલાં જ ડરામણા પરિણામો વચ્ચે ફ્રાંસની રાજધાની પેરિસનાં પાણીમાં કોરોના વાયરસ મળ્યો છે.જોકે, રાહતની વાત એ છેકે, આ પાણી પીવા લાયક નથી. વૈજ્ઞાનિકો મુજબ, કોરોનાનાં બહુજ બારીક નિશાન (Minuscule traces) પાણીમાં જોવા મળ્યા છે.જોકે,વૈજ્ઞાનિકોએ સ્પષ્ટતા પણ કરી છે કે, તેનાંથી પીવાના પાણીમાં કોઈ ખતરો નથી.
સેલિયા બ્લાઉલે ન્યૂઝજન્સી એએફપીને જણાવ્યુકે, પેરિસ વૉટર ઓથોરિટીની લેબે રાજધાની પેરિસની આસપાસથી એક્તર કરાયેલાં 27 સેમ્પલમાંથી ચારમાં વાયરસની ઓળખ કરાઈ છે.ત્યારબાદ,સાવચેતી તરીકે તેને બંધ કરવામાં આવ્યું છે. મુખ્ય પર્યાવરણ અધિકારી બ્લાઉલે જણાવ્યું હતું કે શહેરમાં પીવાનું પાણીની સપ્લાઈ સંપૂર્ણપણે અલગ નેટવર્ક દ્વારા આપવામાં આવે છે, તેથી પીવાના પાણીનું જોખમ નથી.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પાણીના નમૂના લેવામાં આવ્યા છે.તેઓ પીવા માટે ઉપયોગમાં લેવાતા નથી.આ પાણી સીન નદી અને નહેરમાંથી લેવામાં આવ્યું છે.આ પાણીનો ઉપયોગ શહેરની શેરીઓ સાફ કરવા અને ઉદ્યાનો અને બગીચાઓમાં પાણી ઉમેરવા માટે કરવામાં આવે છે.કોરોના વાયરસની તપાસ બાદ હવે આ પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. બ્લાઉલે પ્રાદેશિક આરોગ્ય એજન્સીને પાણીના જોખમ વિશે જણાવ્યું.


