– કવોરન્ટાઇન સેન્ટરમાં શરૂ થઇ પૂછપરછ
નવી દીલ્હી : કોરોના સંક્રમણ બાબતે દેશમાં મોટુ સંકટ ઉભુ કરનારા તબલીગી મરકઝ કેસમાં જે વિદેશી નાગરિકોની કવોરન્ટાઇનની મુદત પુરી થઇ ગઇ છે તેમની પૂછપરછ ક્રાંઇમબ્રાંચે ત્યાં જ શરૂ કરી દીધી છે.જમાતમાં સામેલ ૨૪૦૦ વિદેશી નાગરિકોની ઓળખ દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં કરી છે. મરકઝ કેસની તપાસમાં પોલીસને આ વિદેશી નાગરિકો અંગેની માહિતી મળી છે.
દિલ્હી પોલીસે પહેલાજ સપષ્ટતા કરી છે કે મરકઝમાં સામેલ બધા વિદેશી નાગરિકોને આરોપી બનાવવામાં આવશે.સુત્રો અનુસાર,જેમ જેમ ક્રાંઇમ બ્રાંચને વિદેશી નાગરીકોની માહિતી મળતી ગઇ,તેમની સામે લુક આઉટ સર્કયુલર બહાર પડાતાં ગયા છે અત્યાર સુધીમાં ૨૪૦૦ વિદેશી નાગરિકોની ઓળખ થઇ છે.તેમાંથી ૧૫૦૦થી વધારેને પકડીને પોલીસે ૧૫ કવોરન્ટાઇન સેન્ટરોમાં રાખ્યા છે.જ્યારે જમાતમાં સામેલ લગભગ ૯૦૦ વિદેશીઓની માહિતી પોલીસને હજુ નથી મળી.આ લોકો કયા રાજ્યોમાં છુપાયા છે તેની ભાળ મળી નથી મળી શકી દેશભરમાં મસ્જિદો અને મટ્રેસાઓમાં તેમની શોધ કરાઇ રહી છે. વિદેશી જમાતીઓની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાંચે લગભગ ૪૦ સવાલોની યાદી બનાવી છે.જેમાં કયા દેશના છે,દિલ્હી કયારે આવ્યા હતા,કોના કહેવાથી આવ્યા હતા,સાદે તેમને આમંત્રણ મોકલ્યુ હતું,મરકઝમાં પૈસા આપ્યા હતા કે તેમને દાન કર્યુ હતુ,કેટલા પૈસા આપ્યા હતા,તેની રસીદ અપાઇ હતી, દિલ્હીમાં તેમને કયાં રાખ્યા હતા,દુનિયામાં કોરોના ફેલાયાની માહિતી તેમને હતી કે નહિં,જો હતી તો શું કામ મરકઝમાં આટલી મોટી સંખ્યામાં સામેલ થયા વગેરે સવાલો સામેલ છે.