નવી દિલ્હી,તા.24.ફેબ્રુઆરી.2020 : રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરુ કરવા માટે એક જ વ્યક્તિ જવાબદાર કહી શકાય અને તે છે રશિયન રાષ્ટ્રપતિ પુતિન.
દુનિયામાં અત્યારે આ સૌથી વધારે ચર્ચાતુ નામ છે.રશિયાએ શરુ કરેલા આક્રમણથી દુનિયા હતપ્રભ છે .પુતિન એક સમયે રશિયન જાસૂસ હતા અને આજે દુનિયા તેમના વીશે જાણવા માટે વધારે ઉત્સુક બની છે.
પુતિનનો જન્મ 1952માં આજના સેન્ટ પીટર્સ બર્ગ અને તે સમયે લેનિનગ્રાડ તરીકે જાણીતા શહેરમાં થયો હતો.પુતિનના બે ભાઈઓનુ નાનપણમાં જ બીમારીથી મોત થઈ ગયુ હતુ.
મોટી વયના છોકરાઓ સાથે નાનપણથી પુતિનનો ઝઘડો થતો રહેતો હતો.એટલે પુતિન તેમનો સામનો કરવા માટે જુડો શિખ્યા હતા.પુતિનના પિતા સોવિયેત નેવીમાં હતા અને માતા ફેકટરીમાં કામ કરતી હતી.1960 તેમણે ઘર નજીકની સ્કૂલમાં ભણવાનુ સરુ કર્યુ હતુ.
એ પછી સેન્ટ પીટર્સબર્ગની સ્ટેટ યુનિવર્સિટીમાંથી તેમણે કાયદાની ડિગ્રી મેળવી હતી.1975માં સોવિયેત રશિયાની કુખ્યાત જાસૂસી સંસ્થા કેજીબી જોઈન કરીને પુતિન જાસૂસ બની ગયા હતા.
1980માં તેમને જર્મનીમાં તૈનાત કરાયા હતા.તે સમયે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની એમ બે દેશ હતા.પૂર્વ જર્મનીમાં રશિયાના પ્રભાવ હેઠળ સામ્યવાદી શાસન હતુ.
16 વર્ષ સુધી જાસૂસ તરીકે કામ કર્યા બાદ પુતિન કેજીબીમાંથી રાજીનામુ આપીને રાજનીતિમાં આવ્યા હતા.1991માં સોવિયત રશિયા તુટી ગયુ હતુ અને ગોર્બાચોવે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામુ આપ્યુ હતુ.
એ પછી બોરિસ યેલસ્તીન રશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા હતા.પુતિન તેમની નજીક આવવા માંડ્યા હતા.આખરે યેલ્તસીને 1999માં પુતિનને વડાપ્રધાન બનાવી દીધા હતા.
1999માં યેલત્સીને રાષ્ટ્રપતિ તરીકે રાજીનામુ આપ્યુ અ્ને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પુતિને કાર્યભાર સંભાળ્યો હતો.2000ની સાલમાં પુતિને રાષ્ટ્રપતિ તરીકે પહેલી ચૂંટણી જીતી હતી.એક સામાન્ય ઘરમાંથી આવનાર પુતિન આખરે દેશના રાષ્ટ્રપતિ બની ગયા હતા.
2004માં તેઓ ફરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.એ પછી તેઓ સતત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા રહ્યા છે.