ચિત્રકુટ,5 મે 2022,ગુરુવાર : ઉત્તરપ્રદેશનાં ચિત્રકુટનો કિલ્લો તેના ઐતિહાસિક મહત્વ માટે જાણીતો છે.ગણેશબાગનો આ કિલ્લો તેના વારસ અને વૈભવને ઉજાગર કરે છે.કિલ્લાની ચારે તરફ કારીગરોની કળા ખજુરાહોની યાદ અપાવે છે.આથી જ તો આ સ્થળને મીનિ ખજુરાહો કહેવામાં આવે છે.આ કિલ્લામાં રહસ્યમયી ગુપ્ત ભોંયરા પણ છે.એક સમયે મોગલ શાસકોનો પરીવાર આ સ્થળનો ઉપયોગ કરતો હતો. પ્રવાસીઓ કિલ્લો જોવા આવે છે પરંતુ રાત પડે એટલે આ સ્થળ ડરાવનારું બને છે.
સ્થાનિક લોકો માને છે કે રાત પડે એટલે ઝાંઝરનો અને પાણીના નળ ટપકવાનો અવાજ આવે છે.આ અવાજ એક વાર શરુ થાય પછી સતત સંભળાયા કરે છે.સેંકડો લોકોએ અનુભવ્યું છે પરંતુ આનું કોઇ પ્રમાણ કે સાબીતી આપી શકતા ન હોવા છતાં ડરતા રહે છે.કિલ્લો જોવા આવેલા પ્રવાસીઓને સાંજ પડે એટલે બહાર કાઢવામાં આવે છે.આ કિલ્લો 19 મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.આ કિલ્લામાં સેંકડો રાણીઓ રહેતી હતી.કિલ્લો એટલો આલિશાન અને સુંદર હતો કે સ્વર્ગ હોય તેવો અનુભવ થતો હતો.રોજ ગીત-સંગીતનો માહોલ પણ જામતો હતો.ભૂત પ્રેતમાં માનનારા કે નહી માનનારા કોઇ રાત્રે કિલ્લાની આસપાસ ફરકવાની હિંમત કરતું નથી.આસપાસના લોકો માટે આ હંટેડ કિલ્લો ડર અને કુતૂહલ સર્જે છે.