નવી દિલ્હી : રવિવાર રાત સુધી,ઇઝરાઇલમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 5 નવા કેસ નોંધાયા છે.હવે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 16,717 થઈ ગઈ છે.આ માહિતી આરોગ્ય મંત્રાલયને મળી હતી.
આરોગ્ય મંત્રાલયે રવિવારના અંતમાં જણાવ્યું હતુ કે, “ઇઝરાઇલમાં હાલમાં 2285 સક્રિય કેસ છે,જ્યારે 44 લોકોની હાલત ગંભીર છે.આ સાથે,પુન: સ્વસ્થ થયલા લોકોની સંખ્યા વધીને 14, 153 થઈ ગઈ છે.”
રવિવારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કોરોના સામેની લડત સામે,કેબિનેટની રચનાની વાત કરી હતી.શનિવારે દેશના આરોગ્ય મંત્રાલયે 29 નવા કેસ નોંધ્યા છે.જ્યારે ગુરુવારે રાત સુધી મોતનો આંક 279 જેવો જ હતો. રવિવાર સુધી પણ મૃત્યુઆંક સમાન છે કારણ કે,કોઈ નવા મોત નોંધાયા નથી.
ઇઝરાઇલમાં બુધવારે બીચ,મ્યુઝિયમ અને પ્રાર્થના સ્થળો ફરી ખોલવામાં આવ્યા હતા.જ્યારે શાળાઓ ફરી શરૂ થઈ છે.નોંધનીય છે કે,વૈશ્વિક સ્તરે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 54 લાખથી વધુ થઈ ગઈ છે અને 3 લાખ 44 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યા છે.