કોરોના વાયરસના પ્રકોપને કારણે ઘણા બધા દેશોમાં લોકડાઉન લાગુ છે.જેના કારણે મોટાભાગના ઉદ્યોગો ઠપ થયા છે.આ કપરા સમયમાં વિવિધ ઇન્ડસ્ટ્રી પોતાના રિસોર્સનો ઉપયોગ કરીને એવી વસ્તુઓ બનાવી રહી છે, કે જેનો ઉપયોગ કોરોનાની સારવાર માટે થઇ શકે.કેટલીક કંપનીઓ માસ્ક બનાવી રહી છે,કેટલીક કંપનીઓ સેનેટાઇઝર બનાવી રહી છે તો વળી કેટલીક કંપનીઓએ વેન્ટિલેટરનું પ્રોડક્શન શરુ કર્યું છે.કરોડોની કિંમતની લક્ઝુરિયસ કાર માટે જાણીતી કંપની રોલ્સ રોયસે પણ પોતાનો ટ્રેક બદલ્યો છે,અને મધ બનાવવાની શરુઆત કરી છે.
બ્રિટિશ કંપની રોલ્સ રોયસે એક અલગ જ ટ્રેક પકડ્યો છે.જેનો સમાવેશ દુનિયાની સૌથી લક્ઝુરિયસ કારમાં થતો હોય તેવી કાર બનાવતી કંપની મધ બનાવે તો પણ તેમાં કંઇક ખાસ જ હશે.હકીકત પણ કંઇક એવી જ છે,રોલ્સ રોયસ આ મધને દુનિયાનું સૌથી ખાસ મધ ગણાવે છે.રોલ્સ રોયસે બ્રિટનના 42 એકર વિસ્તારના પ્લાંટમાં મધમાખીઓ પાળી છે.અથવા તો તેમ કહો તો પણ ચાલે કે ત્યાં મધમાખીશાળા એટલે કે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.કંપનીનું કહેવું છે કે તેણે બ્રિટનમાં મધમાખીઓના સંરક્ષણ માટે કર્યુ છે.રોલ્સ રોયસે તે વિસ્તારમાં નવી ફ્લાવર લાઇન બનાવી છે, જેના કારણે આસપાસના ખેડૂતોને પણ મદદ મળી રહી છે.
રોલ્સ રોયસ ઘણા સમયથી મધામાખી પાલન કરે છે અને મધ પણ બનાવે છે,પરંતુ તેના વિશે લોકોને વધારે માહિતિ નહોતી.તેવામાં કોરોના વાયરસના કારણે કારનું ઉત્પાદન્ન બંધ થતા કંપનીએ પોતાનું સંપુર્ણ ધ્યાન મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન પર કેન્દ્રિત કર્યુ છે.2017ના વર્ષથી રોલ્સ રોયસ મધનું ઉત્પાદન કરે છએ,જેની ગણના દુનિયાના સૌથી ખાસ મધ તરીકે થાય છે.


