મોસ્કો,24 ફેબ્રુઆરી,2022,ગુરુવાર, : યુક્રેન અને રશિયા યુધ્ધમાં રશિયાએ પરમાણુ બોંબનો ઉપયોગ કરવા સુધીની ધમકી આપતા વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે.સોવિયત સંઘ અને યુએસએના કોલ્ડ વોરને બાદ કરવામાં આવે તો ભાગ્યેજ કોઇ લડાઇમાં પરમાણુ બોંબનો ઉપયોગ કરવાની આટલી ખુલ્લી ધમકી આપવામાં આવી છે.એ પણ રશિયા જેવા મહાસત્તા દેશ કે જેની પાસે 6 હજારથી વધુ પરમાણુ શસ્ત્રો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પૂતિને ન્યૂકલિયર વોર યુનિટને એકટિવ રહેવાનો આદેશ આપેલો હોવા છતાં પરમાણુ યુદ્ધ એટલું સરળ નથી.પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરનારાએ પણ કેટલું ભોગવવું પડે છે એ રશિયા બરાબર સમજે છે.તેમ છતાં કેવા સંજોગોમાં યુક્રેન પર પરમાણુ હુમલો થઇ શકે છે એવી રશિયાએ સ્પષ્ટતા કરી છે.
રશિયાની સરકારના પ્રવકતા દમિત્રી પેશ્કોવે સીએનએન ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પોતાનો દેશ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે એ વાતનો ઇન્કાર થઇ શકે તેમ નથી.રશિયાની સુરક્ષા નીતિમાં એ સ્પષ્ટ છે કે પરમાણુ શસ્ત્રોનો પ્રયોગ જયારે તેના અસ્તિત્વને ખતરો હોય ત્યારે તે કરી શકાય છે.ઘરેલુ સુરક્ષા બાબતે અમારી જે માન્યતા છે ખૂબજ જાહેર છે.
યુક્રેન સાથેના યુદ્ઘના એક મહિનો થયા પછી રશિયાએ ફરી પરમાણુ બોંબની ધમકી ઉચ્ચારી છે.નિષ્ણાતોનું માનવું છે કે જો યુક્રેન યુદ્ધ પરમાણુ યુધ્ધમાં ફેરવાય તો ત્રીજુ વિશ્વયુધ્ધ થતું કોઇ રોકી શકે તેમ નથી.વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે યુધ્ધની શરુઆત કરી ત્યારથી જ આક્રમકતા દાખવી હતી.
અમેરિકા,બ્રિટન અને પશ્ચિમી દેશોએ તન,મન અને ધનથી યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરતા રશિયાએ પોતાની ન્યૂકલિયર આર્મીને એલર્ટ રહેવાનો આદેશ આપી દીધો હતો. 28 ફેબ્રુઆરીના રોજ ન્યૂકિલયર મિસાઇલો સંભાતી આર્મીને અને નોર્ધન એન્ડ પેસિફિક ફલીટ યુધ્ધ પોતને ડયૂટી પર ગોઠવી દીધું હતું.સંયુકત રાષ્ટ્રસંઘે પણ પરમાણુ યુધ્ધ અંગે ચિંવા પ્રગટ કરતા જણાવ્યું છે કે એક સમયે જેના વિશે વિચારી પણ શકાતું ન હતું તે પરમાણુ યુધ્ધ હવે શકયતાના ઘેરાવામાં આવી ગયું છે.
રશિયા યુક્રેન પર હુમલો નહી કરે એવું માનવામાં આવતું હતું પરંતુ હુમલો થઇને રહયો.આથી અણુશસ્ત્રોનો પ્રયોગ કરી શકે છે એને પણ માત્ર ધમકી સમજવી એ ઘણાને ભૂલભરેલું લાગે છે.દુનિયા સામે યુક્રેન રશિયા વચ્ચે યુધ્ધ અટકાવીને વાતચિતથી જલદી સમાધાન લાવવામાં આવે તે વિશ્વશાંતિ માટે જરુરી છે.