– યુએસમાં કોરોનાના નવા 52,355 કેસ, 2095 ના મોત
– રશિયામાં ઓમિક્રોનના નવા 93,026 કેસ નોંધાયા,781ના મોત : પેન્ટાગોનના બિલ્ડિંગમાં માસ્ક પહેરવાની જરૂર નથી
વોશિંગ્ટન : દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 440,135,669ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 59,72,440 થયો છે.તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ 10,554,055,080 ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.
કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે.યુએસમાં કોરોનાના સૌથી વધારે 79,143,710 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,54,518 નોંધાયો છે.દરમ્યાન રશિયામા કોરોનાના નવા 1,55,768 કેસો અને 667 મરણ નોંધાયા હતા.
કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં 42,938,599 નોંધાયા છે અને 5,14,246 જણાના મોત થયા છે.એ પછી બ્રાઝિલમાં કોરોનાના 28,846,495 કેસો નોંધાયા છે અને 6,50,254 જણાના મોત થયા છે.રશિયામાં કોરોનાના નવા 93,026 કેસ અને 781 જણાના મરણ નોંધાયા હતા.
યુએસમાં આજે કોરોનાના નવા 1,79,172 કેસ અને 2,777 મોત નોંધાયા હતા.જ્યાં કોરોનાના એક કરોડ કરતાં વધારે કેસો નોંધાયા છે તેવા દેશોમાં ફ્રાન્સ 23,017,711,યુકે 19,166,049, રશિયા 16,353,868 તુર્કી 14,206,121, જર્મની 15,174,376 ઇટાલી 12,867,918 અને સ્પેન 11,054,888નો સમાવેશ થાય છે.
બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી હતી કે કોરોના મહામારીને કારણે ચિંતા અને હતાશામાં મોટાપાયે વધારો થઇ શકે છે.મહામારીના પ્રથમ વર્ષમાં ચિંતૌ અને હતાશામાં 25 ટકાનો જંગી વધારો થયો હતો.
કોરોના મહામારીમાં સોશ્યલ આઇસોલેશનને કારણે તનાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે.આને કારણે લોકોની કાર્ય ક્ષમતા પર અસર થાય છે.તેઓ સમુદાયના કામોમાં રસ લેતા નથી.થાકને કારણે લોકોને આત્મહત્યા કરવાના વિચારો આવે છે.
હૂના ડાયરેકટર ટેડરોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે થયેલી માનસિક અસરોની અમારી પાસેની માહિતી તો હિમશીલોનો ઉપરનો હિસ્સો જ માત્ર છે.કોરોના મહામારીને કારણે દુનિયામાં મેન્ટલ હેલ્થ સર્વિસ ખોરવાઇ ગઇ છે. 2020માં દુનિયાભરની સરકારોએ તેમના આરોગ્ય બજેટની માત્ર બે ટકા રકમ જ મેન્ટલ હેલ્થ માટે ફાળવી હતી.ઓછી આવક ધરાવતાં દેશોમાં એક લાખની વસ્તીએ એક મેન્ટલ હેલ્થ વર્કર માંડ મળે છે.
દરમ્યાન યુએસએમાં પેન્ટાગોને જણાવ્યું હતું કે તેમની ઇમારતોની અંદર હવે માસ્ક પહેરવાની જરૂર નથી.સીડીસીની નવી ગાઇડલાઇન્સને અનુસરીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પેન્ટાગોને જણાવ્યું હતું. જો કે, લોકો ઇચ્છે તો માસ્ક પહેરી શકે છે.
સીડીસીએ ગયા સપ્તાહે મોટાભાગના અમેરિકનો માટે માસ્કના નિયંત્રણો હળવા કર્યા હતા.જો બાઇડને તેંમના સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણમાં જણાવ્યું હતું કે હું નવો વેરિઅન્ટ નહીં જ આવે તેવી ખાતરીઆપી શકું તેમ નથી.પણ હું અમે તેને નાથવા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપું છું.