બ્રર્લિન : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમણે વ્યક્ગિત રીતે વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફને જણાવ્યું હતું કે તેઓ કોરોના વાયરસ મહામારીને લઈને વૈશ્વિક ચેતવણી જાહેર કરવામાં મોડું કરે.આ આરોપ જર્મનીની ગુપ્ત એજન્સી લગાવ્યો છે.ગુપ્ત એજન્સી બીએનડીના જણાવ્યા મુજબ,21 જાન્યુઆરીએ ચીનના નેતા શી જિનપિંગ ડલ્યુએચઓ ચીફ ટેડ્રોસ એ.ગેબરેયેસસે જણાવ્યું કે તેઓ કોરોના વાયરસના માનવથી માનવમાં ફેલાવવાની સૂચાને રોકે અને મહામારીને ચેતવણી જાહેર કરવામાં મોડું કરે.જો કે ડલ્યુએચઓએ જણાવ્યું છે કે,આ વાતમાં કોઈ તથ્ય નથી.
સંયુક્ત રાષ્ટ્રની એજન્સી દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ,ડૉ.ટેડ્રોસ અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે 21 જાન્યુઆરીએ કોઈ વાત થઈ નહતી અને તેમણે ક્યારેય ફોન પર પણ વાત કરી નથી.આવા ખોટો એહવાલ વિશ્વામાંથી મહામારીને દૂર કરવાના પ્રયાસથી ડલ્યુએચઓનો ધ્યાન ભટકાવે છે.ડલ્યુએચઓએ વધુમાં જણાવ્યું કે,ચીને માનવથી માનવમાં થનારા સંક્રમણની પુષ્ટિ 20 જાન્યુઆરી એટલા ફોનથી પહેલા કરી હતી જેનો દાવો કરવામાં આવી રહ્યો છે.ડલ્યુએચઓએ 22 જાન્યુઆરીના રોજ જાહેરાત કરી હતી કે પ્રાપ્ત ડેટા મુજબ માનવથી માનવમાં સક્રમણ ફેલાઈ રહ્યું છે.