નવી દિલ્હી તા.૨૧ : દેશમાં ૧૫૧ પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપવાના નિર્ણય પછી કેન્દ્ર સરકાર હવે રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવાની અને તેને ખાનગી ક્ષેત્રને સોંપવાની યોજના બનાવી રહી છે. આ કામગીરી હરાજી દ્વારા કરવામાં આવશે.કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે આ માહિતી આપી હતી.
મર્ચન્ટ્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (MCCI) દ્વારા આયોજીત વેબિનારને સંબોધન કરતાં કેન્દ્રીય રેલ્વે મંત્રીએ કહ્યું કે ટ્રેનોના ખાનગીકરણ માટે બિડ ‘જારી કરવામાં આવ્યા છે અને તેમના માટે સારો પ્રતિસાદ છે.’ રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવાની સરકારની યોજના છે. તે પછી હરાજી દ્વારા ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માલ કોરિડોર પ્રોજેકટ પર કામ ઝડપથી કરવાની જરૂર છે. કોવિડ -૧૯ ને કારણે વિલંબ થયો છે.તેમણે કહ્યું, ‘ પશ્ચિમ બંગાળમાં ખૂબ જમીનની જરૂર હોવાને કારણે રાજય સરકારે હજી સુધી આ કોરિડોર માટે પ્રોજેકટ માટે સ્થાપિત ખાસ સંસ્થાને સોંપ્યું નથી.
રેલવે મંત્રીએ કહ્યું કે,જો રાજય સરકાર આને મંજૂરી આપે તો કોલકાતામાં મેટ્રો સેવાઓ શરૂ થશે. તેમણે કહ્યું, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજયમાં હવાઈ સેવા અને ઉપનગરીય રેલ્વે સેવાઓ શરૂ કરવા વિરુદ્ઘ છે. જો મેટ્રોને ફરી શરૂ કરવામાં આવે તો પછી આ વસ્તુઓ (વાયરસની સ્થિતિ) હાથમાંથી નીકળી જશે.


