થાણે : મહારાષ્ટ્રના થાણેમાં એક સસરાએ પુત્રવધુને એટલા માટે ગોળી મારી, કારણ કે પુત્રવધુએ સમયસર ચાની સાથે નાસ્તો આપ્યો નહીં.મહિલાના પેટમાં ગોળી વાગી છે અને હાલ ગંભીર હાલતમાં આઈસીયૂમાં દાખલ છે.પોલીસે આરોપીને પકડી લીધો છે.પોલીસે 76 વર્ષના આરોપી વિરુદ્ધ 307(હત્યાનો પ્રયાસ) અને 506 ઉપરાંત આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.આરોપીએ પોલીસને એમ પણ કહ્યું કે નાની-નાની વાતોને લઈને વારંવાર પુત્રવધુ સાથે ઝઘડો થતો હતો.પીડિતાના પરિવારના કહેવા અનુસાર જયારે તેમની દિકરીએ ચા સાથે નાસ્તો આપ્યો નહીં, તો આરોપી નારાજ થઈ ગયો.ત્યારબાદ આરોપીએ પોતાની રિવોલ્વર કાઢી અને ગાળી મારી દીધી.