નવી દિલ્હી, 5મે 2022, ગુરુવાર : દુનિયાભરમાં ખાધ સુરક્ષાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે.માણસ બે ટંક જમવા માટે મજૂરી કરીને પણ કામ કરવા તૈયાર રહે છે, જેથી પોતાના બાળકોનું અને ઘરનું પેટ ભરી શકે..કોરોનાની કપરી સ્થિતિમાં પણ મોટાપાયે લોકોને એક ટાઇમ જમવાનુ મળતુ હતુ.સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોને જમવાનું પહોંચાડવામાં આવતુ હતુ.પરંતૂ એવા કેટલાય લોકો છે, જે રસ્તા પર સુવે છે, ઘર નથી, જમવા માટે મજૂરી કરવી પડે કે માંગવા માટે મજબૂર થવુ પડે. આજે વાત કરી રહ્યાં છીએ, ભૂખમરાની સ્થિતિ વિશે… એક રિપોર્ટ પ્રમાણે દુનિયાભરના 52 દેશોમાં લગભગ 19 કરોડ લોકોને 2021માં ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો.
નવાઇની વાત એ છે કે, વર્ષ 2020ની તુલનામાં 2021ની સંખ્યા 4 કરોડ વધુ છે.આ રિપોર્ટ ગ્લોબલ નેટવર્ક અગેઇન્સ્ટ ફૂડ ક્રિસિસે તૈયાર કરી છે.GNAFC સંયુક્ત રાષ્ટ્ર, યોરોપીય સંઘ, સરકારી વ ગૈર-સરકારી એજન્સીઓનો આંતરરાષ્ટ્રીય ગઠબંધન છે.WFP ના કાર્યકારી વિશ્લેષણ ડેવિડ બિજલીએ જણાવ્યુ કે, “ભૂખમરાની માર સહન કરી રહેલા લોકોનો આંકડામાં અભૂતપૂર્વ વૃદ્વિ થઇ છે.ખાધ અસુરક્ષાનો સામનો કરી રહેલાં લોકોની આજીવિકા સહાયતા પુરી કરવા માટે તાત્કાલિક પગલું ભરવાની જરુર વર્તાઇ છે.” આ રિપોર્ટ પ્રમાણે, આપાતકાલીને હાલાત ઉત્પન્ન થવાના કારણે જવાબી કાર્યવાહી કરતા આ સમસ્યાના પાયાના કારણો સાથે તાત્કાલિક સમાધાન શોધવુ પડશે.
આ રિપોર્ટ પ્રમાણે આ લિસ્ટમાં એ દેશોને સામેલ કરવામાં આવ્યા છે, જ્યાં ભૂખમરાની સમસ્યાની ગંભીરતા સ્થાનિય સંસાધનો અને ક્ષમતાઓથી વધુ છે, આ રિપોર્ટમાં ઇથિયોપિયા, દક્ષિળ સૂડાન અને યમનમાં રહી રહેલા 5.7 લાખ લોકોને ગંભીર શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.આ લોકો વિનાશકારી હાલાતનો સામનો કરવા માટે મજબૂર છે.હિંસક સંઘર્ષ અને ટકરાવ, પર્યાવરણ ,જલવાયુ સંકટ, આર્થિક સ્વાસ્થ્ય સંકટ અને ગરીબી અને વિષમતાઓને આ સમસ્યાઓના પાયાના કારણો કહેવામાં આવ્યા છે.
રિપોર્ટ પ્રમાણે વાતાવરણની ઘટનાઓને કારણે 8 દેશોના 2 કરોડ 30 લાખથી વધુ લોકો માટે આ પરિસ્થિતિ કઠિન થઇ હતી.જ્યારે આર્થિક સંકટના કારણે 21 દેશોના 3 કરોડ લોકો પર અસર પડ્યો છે.આ સિવાય કોરોનાને જોતા 17 દેશોના 4 કરોડ લોકો પ્રભાવિત થયા છે. રિપોર્ટ પ્રમાણે હિંસક સંઘર્ષ અને ટકરાવને ચાલતા 24 દેશોમાં 13 કરોડ 90 લાખ લોકો ભૂખમરાની સ્થિતિનો શિકાર થયા છે.