મુંબઈ : વેરેબલ્સ માર્કેટ જાન્યુઆરી-માર્ચ 2022ના ક્વાર્ટરમાં 20.1 ટકા વધીને 1.39 કરોડ યુનિટ થયું હતું.ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન(IDC)એ આ ડેટા જાહેર કર્યા હતા.તેણે કહ્યું કે નવા લોન્ચિંગ, ડિસ્કાઉન્ટ,આક્રમક માર્કેટિંગને કારણે વેચાણ નોંધપાત્ર વધ્યું હતું.માર્ચના ક્વાર્ટરમાં વોચ સેગમેન્ટમાં વેચાણ 173 ટકા ઉછળીને 37 લાખ યુનિટ થયું હતું.બેઝીક વોચ સેગમેન્ટમાં વેચાણ 202.1 ટકા ઉછળી ગયું હતું.વોચ કેટેગરીમાં બેઝીક વોચનું યોગદાન 95.1 ટકા છે. સ્માર્ટવોચ સેગમેન્ટમાં વેચાણ 4.2 ટકા ઘટ્યું હતું.કુલ રિસ્ટવેર(ઘડિયાળ અને રિસ્ટ બેન્ડ સહિત)સેગમેન્ટમાં વેચાણ 87.5 ટકા વધ્યું હતું અને કુલ શિપમેન્ટ 40 લાખ યુનિટ થયું હતું.વેરેબલ્સમાં ઈયરવેર કેટેગરીનું યોગદાન 71.3 ટકા રહ્યું હતું.ટ્રુલી વાયરલેસ સ્ટીરીયો (TWS)નો હિસ્સો વધીને 48.3 ટકા થયો હતો,જે ગત વર્ષે આ ગાળામાં 34.2 ટકા હતો.આ રીતે તેમાં 48.2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.જોકે ઓવરઓલ કેટેગરીમાં વેચાણ કિંમત 17.1 ટકા ઘટી હતી.ઘડિયાળની સરેરાશ કિંમત ઘટવાથી કુલ ઘટાડો થયો હતો.વોચની સરેરાશ વેચાણ કિંમત 41.5ટકા ઘટીને 50.3 ડોલર થઈ હતી જે ગત વર્ષે આ ગાળામાં 86 ડોલર હતી.