પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધમાં ઉતરેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ પકડમાં, અમિત ચાવડાની અટકાયત કરાઈ

HM News
1 Min Read

રાજ્યમાં વધતા જતા કોરોનાનાં કહેર વચ્ચે છેલ્લાં 23 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોઘ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પેટ્રોલ-ડીઝલનાં વિરોધને લઇને પોલીસે અટકાયત કરી છે.

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઇને પદયાત્રા કરતા કોંગ્રેસનાં નેતા અને કાર્યકર્તાઓની સરદારબાગનાં દરવાજાની બહાર નીકળતાની સાથે જ પોલીસે અટકાયત કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા,ધારાસભ્ય ગ્યાસુદિન શેખ,કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતનાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં સરદારબાગથી એલિસબ્રિજ ટાઉનહોલ સુધી પદયાત્રા કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે એ સમયે સરદારબાગની બહાર આવતા જ અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ,કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતનાં કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

આ પદયાત્રામાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિતનાં નેતાઓ અને કોર્પોરેટર જોડાયા હતાં.જો કે યુથ કોંગ્રેસનાં નેતાઓએ પણ પોલીસની ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.તેઓ રસ્તા પર જ સુઈ ગયા હતાં અને ગાડી ઉપર ચડી ગયા હતાં.પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે આ પદયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યાં હતાં.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *