મુંબઈ : વર્તમાન વર્ષના ભારતના હાઈ ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ રિકવરીના સંકેત આપી રહ્યા છે ત્યારે,ક્રુડ તેલ,ફૂડ તથા ફર્ટિલાઈઝરના ભાવમાં વધારાથી આગામી મહિનાઓમાં ઉપભોગતાના નાણાંકીય ગણિત બગડી જશે અને ખર્ચ પર અસર થશે એમ રેટિંગ એજન્સી મૂડી’સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.ગ્લોબલ મેક્રો આઉટલુક ૨૦૨૨-૨૩ના મે અપડેટમાં મૂડી’સે ૨૦૨૨ના કેલેન્ડર વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૮.૮૦ ટકા કર્યો છે જે અગાઉ ૯.૧૦ ટકા મુકાયો હતો.વર્તમાન વર્ષના પ્રથમ ચાર મહિનામાં પણ સુધારાની ગતિ જે ૨૦૨૧ના ચોથા ત્રિમાસિકથી શરૂ થઈ હતી તે જળવાઈ રહી હોવાનું હાઈ ફ્રિકવન્સી ડેટા સૂચવે છે.ધિરાણમાં મજબૂત વૃદ્ધિ,કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા ઈન્વેસ્ટમેન્ટ યોજનાની જાહેરાત તથા સરકાર દ્વારા મૂડી ખર્ચ માટે બજેટમાં વધુ ફાળવણી દેશમાં ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ ગતિ પકડી રહ્યાના સંકેત આપે છે,એમ રિપોર્ટસમાં વધુમાં જણાવાયું છે.