ભારતે પ્રતિબંધ મુકતા ડેઈલી રેન્કિંગમાં ટિકટોકનું પતન: 200મા ક્રમે પહોંચી

HM News
1 Min Read

નવી દિલ્હી : ભારતે પ્રતિબંધ મુકતાની સાથે જ ડેઈલી રેન્કિંગમાં ટિકટોકનું પતન થયું છે.હજુ બે દિવસ પહેલા સુધી ટોપ-10 મોબાઈલ એપ્લિકેશનમાં સ્થાન ધરાવતી ટિકટોકનું રેન્કિંગ ગગડીને 200મા ક્રમની આસપાસ પહોંચી ગયું હતુ.આ માહિતી ભારતના પૂર્વ વિદેશ સચિવ સૈયદ અકબરૂદ્દિને ટ્વિટર પર શેર કરી હતી.

તેમણે આ માહિતી એપ માર્કેટની વૈશ્વિક રિસર્ચ એજન્સી સેન્સર ટાવરના આધારે રજૂ કરી હતી.2019માં ભારતમાં સૌથી વધુ ડાઉનલૉડ થયેલી ટોપ-10 એપમાં શરૂઆતી ક્રમમાં જ ટિકટોક પણ હતી.પ્રતિબંધ મુકાયો એમાં ડેટાની હેરાફેરી કરતી એપ શેરઈટ પણ શામેલ છે.આ એપ ભારતમાં વૉટ્સઅપ અને ફેસબૂક પછી ત્રીજા નંબરની એક્ટિવ એપ હતી

ટિકટોકે ટૂંકા ગાળામાં 2 અબજ ડાઉનલૉડ હાંસલ કર્યા હતા અને તેમાંથી 61 કરોડથી વધારે ડાઉનલૉડ ભારતમાં થયા હતા.હવે ભારતમાં આ એપ પ્રતિબંધિત થતાં ટિકટોકને મોટો ફટકો પડયો છે.ભારતમાં વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બાઈટડાન્સ ભારતમાં અંદાજે 1 અબજ ડૉલરનું જંગી રોકાણ કરી પોતાની એપનો વ્યાપ વિસ્તારવા માંગતી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *