ગાંધીનગર તા.1 : અનલોક 2 અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ રાજ્ય સરકારની કવાયત શરૂ થઈ ચૂકી છે.આજે કેબીનેટ બેઠક બાદ પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા એ અનાજ વિતરણ વ્યવસ્થા માટે તાકીદની બેઠક બોલાવી હતી.જેમાં અગામી સમયમાં રાજ્યમાં અનાજ વિતરણ વખતે સોશ્યલ ડિસ્ટન્સ સહિત કેવી વ્યવસ્થા કરી શકાય તે અંગેના તમામ મુદ્દાઓના મામલે જયેશભાઇ રાદડિયા અધિકારીઓ સાથે ચર્ચા કરવાના છે.
નોંધનીય છે કે વડાપ્રધાન ની જાહેરાત બાદ આગામી 5 મહિના સુધી રાજ્ય મા અનાજ વિતરણ વિતરણ શરૂ થવા જઈ રહ્યું છે.જેના પરિપ્રેક્ષ્યમાં આ બેઠક મળી રહી હોવાના અહેવાલ મળ્યા છે. જોકે રાજ્યમાં તબક્કાવાર માહિનામ માં બે વાર અનાજ વિતરણ કરવામાં આવશે ત્યારે રેગ્યુલર વિતરણની સાથે સાથે મફત અનાજ વિતરણ માટેની તૈયારીઓ અંગે આજની બેઠક માં ચર્ચા અને સમિક્ષા કરવામાં આવશે.


