લંડન : સ્વીડનની ડિફેન્સ થિંક ટેંક એસઆઈપીઆરઆઈ (સિપરી)ના અહેવાલમાં દાવો થયો હતો કે દુનિયાનું ડિફેન્સ બજેટ પહેલી વખત ૨.૧ ટ્રિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૬૦ લાખ કરોડ રૂપિયાનેપાર થયું છે. અહેવાલ પ્રમાણે અમેરિકા પ્રથમ, ચીન બીજા અને ભારત ત્રીજા ક્રમે છે. રશિયા અને બ્રિટનનો પણ સૌથી વધુ બજેટ ફાળવતા દેશોમાં ટોપ-પમાં સમાવેશ થાય છે.સ્વીડનની થિંક ટેંક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)ના અહેવાલમાં દાવો કરાયો હતો કે સતત સાતમા વર્ષે દુનિયાના સંરક્ષણ બજેટમાં વધારો થયો છે.પ્રથમ વખત દુનિયાનું ડિફેન્સ બજેટ ૨૧૧૩ અબજ ડોલર થયું છે.પ્રથમ વખત આ બજેટ બે ટ્રિલિયન ડોલર એટલે કે ૨૦ અબજ ડોલર કરતાં વધ્યું છે.સૌથી વધુ ૮૦૧ અબજ ડોલરનું સંરક્ષણ બજેટ અમેરિકા ફાળવે છે.૨૯૩ અબજ ડોલર સાથે ચીન બીજા ક્રમે છે અને ભારત ત્રીજા ક્રમે છે.ભારતે ૨૦૨૧ના વર્ષમાં ૭૬.૬ અબજ ડોલરનું ડિફેન્સ બજેટ ફાળવ્યું હતું.૨૦૨૧ના લશ્કરી બજેટમાં ૦.૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો.વિશ્વના ટોચના પાંચ દેશોમાં અમેરિકા-ચીન-ભારત પછી બ્રિટન અને રશિયાનો સમાવેશ થાય છે.આ પાંચ દેશોનો કુલ ડિફેન્સ બજેટમાં ૬૨ ટકા જેટલો હિસ્સો છે.બીજા શબ્દોમાં સમજીએ તો દુનિયાભરના દેશો મળીને ૩૮ ટકા સંરક્ષણ બજેટ ફાળવે છે.બીજી તરફ માત્ર પાંચ દેશો ૬૨ ટકા બજેટ ફાળવે છે.
સ્વીડનની થિંક ટેંકે આશ્વર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે દુનિયાભરમાં કોરોનાની મહામારી ચાલતી હતી ત્યારે ૨૦૨૦-૨૦૨૧ એમ બે વર્ષ દરમિયાન ડિફેન્સ બજેટ વધ્યું હતું.મહામારી વખતે પણ આ ટોચના દેશોએ સંરક્ષણ બજેટ ઘટાડયું ન હતું.યુરોપના દેશોએ મહામારી દરમિયાન સંરક્ષણ બજેટ ઘટાડયું હતું.અહેવાલ પ્રમાણે વિશ્વના ઘણાં દેશોએ મહામારીમાં ૦.૧ ટકા સંરક્ષણ બજેટ ઘટાડયું હતું, પરંતુ એમાં ખાસ ફરક પડયો ન હતો.ટોચના દેશોએ બજેટમાં વધારો કર્યો હોવાથી સરેરાશ વૈશ્વિક સંરક્ષણ બજેટ વધ્યું હતું.આ ગાળામાં દુનિયાની જીડીપીનો દર ૨.૩ ટકામાંથી ૨.૨ ટકા થયું હતું, એટલે કે ૦.૧ ટકા જેટલો ઘટાડો જીડીપીમાં થયો હતો.તેમ છતાં ડિફેન્સ બજેટમાં ઘટાડો નોંધાયો ન હતો.