– સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેન ડો.બોઘરાની જાહેરાત
જસદણ તા. ૧૮ : ઉનાળાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈને સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના અનેક મોટા ડેમ તેમજ મોટી સંખ્યામાં ચેકડેમ ભરવામાં આવશે.જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી તથા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ચેરમેન ડો.ભરતભાઈ કે. બોઘરાએ જણાવ્યું હતું કે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના સતેવીસ મોટા જળાશયો તેમજ ૫૪૭ જેટલા ચેકડેમ ઉનાળાની વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇને ભરવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે આ યોજના હેઠળ સૌરાષ્ટ્રના શેત્રુંજી ડેમ,કૃષ્ણસાગર ડેમ,કામીયાડ ડેમ,કાળુભાર ડેમ,રંગોળા ડેમ,ઘેલાસોમનાથ ડેમ આકડીયા ડેમ,કરણુકી ડેમ,રંઘોળા ડેમ સહિત સૌરાષ્ટ્રમાં અનેક મોટા ડેમ આ યોજના હેઠળ કરવામાં આવશે.તારીખ ૨૨-૫ થી ડેમ ભરવાનું શરૂ કરવામાં આવશે.સંતાને અંગેની સૂચના આપી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા બેન ભરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.ચેકડેમ અને મોટા ડેમો નર્મદાના નીરથી ભરવામાં આવશે જેથી પશુપાલકોને મોટો ફાયદો થશે.ઉપરાંત ભૂગર્ભ જળ પણ ઉચા આવશે.આ ડેમ ભરાવાથી પશુપાલકો અને ખેડૂતો માં આનંદની લાગણી ફેલાઇ છે તેમ અંતમાં ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું હતું.


