દેશમાં કોરોના સંક્રમણનાં કેસ સતત વધી રહ્યા છે, જો કે તેમાંથી સૌથી વધુ કેસ કેટલાક રાજ્યોમાં જ વધ્યા છે, દેશમાં ઘણાં વિસ્તારોમાં લોકડાઉનનાં કારણે સારૂ પરીણામ જોવા મળી રહ્યું છે.આરોગ્ય મંત્રાલયએ કહ્યું કે છેલ્લા 14 દિવસોમાં દેશનાં 15 રાજ્યોનાં 25 એવા જિલ્લા છે જ્યાં કોરોના પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે,આ રાજ્યોમાં 14 દિવસોથી એક પણ નવો દર્દી મળ્યો નથી. દેશમાં કોરોના પોઝિટીવની સંખ્યા સતત વધી રહી છે. દેશના 3 રાજ્યોમાં તો આ આંક 1000થી વધારે થયો છે.મહારાષ્ટ્રમાં 2064, તામિલનાડુમાં 1173 અને દિલ્હીમાં આ આંક 1,154એ પહોંચ્યો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટવની સંખ્યા ગણતરીના કલાકોમાં જ 550ના આંકને વટાવી જશે.
કયા જિલ્લાઓ છે ?
આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે જમીન પર એક પોઝિટિવ પરિવર્તન આવ્યું છે.અમારા આગલી હરોળનાં કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી રહી છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ગોવા, મણિપુર, જમ્મુ-કાશ્મિર, મિઝોરમ, પોંડીચેરી, પંજાબ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, અને તેલંગાણાનાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસોમાં કોરોનાનાં કોઇ સંક્રમિત દર્દી મળ્યા નથી, જ્યારે કે આ પહેલાં આ જિલ્લાઓમાં કોરોનાનાં સંક્રમણનાં કેસ નોંધાયા હતાં.ૉ
335 લોકોનાં મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા આંકડાઓમાં કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 9538 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે, કોવિડ-19 સંક્રમણનાં પગલે 335 લોકોનાં મોત થયા છે, અને વર્તમાનમાં કુલ 8071 વ્યક્તિ રોગચાળાથી સંક્રમિત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 796 નવા કેસ નોંધાયા છે, જ્યારે 35 લોકોને આ વાયરસનાં કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે,જ્યારે અત્યાર સુધી 1132 દર્દી આ બિમારીથી સાજા પણ થયા છે. આરોગ્ય મંત્રાલયએ કહ્યુ કે વડાપ્રધાને કહ્યું છે કે ‘જાન હૈ તો જહાન હૈ’, જ્યારે રાષ્ટ્ર લોકડાઉનમાંથી પસાર થઇ રહ્યું છે, અમે ઇચ્છીએ છીએ કે આજીવિકા પણ સુરક્ષીત રહે. સંયુક્ત સચિવે કહ્યું કે 27 રાજ્યોનાં 78000 સ્વયં સહાયતા ગ્રુપનાં સભ્યોએ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 1.96 કરોડ માસ્કનું ઉત્પાદન કર્યુ છે.