– ગ્રીસના ગેલકિસડી ટાઉનમાં લોકો એક બીજા પર કલરવાળો લોટ ફેંકે છે થાઇલેન્ડનો સોંગક્રાન તહેવાર પણ હોળીને મળતો આવે છે
હોળીએ માત્ર ભારત જ નહી વિદેશમાં પણ ધામધૂમથી ઉજવાય છે. અમેરિકા તથા યુરોપના દેશોમાં રહેતા ભારતીય હોળી અને ધૂળેટી ઉત્સાહથી ઉજવે છે. જો કે દુનિયામાં એવી દેશો પણ છે જેમના કલ્ચરમાં હોળીને મળતા ફેસ્ટિવલ ઉજવાય છે. આ તહેવારોના નામ અને સમય પણ જુદો જુદો હોય પરંતુ ઉજવણી અને ઉત્સાહનો માહોલ એક સરખો જ જોવા મળે છે.
ચિંચિલા ફેસ્ટિવલ – ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના ડાર્લિગ ડાઉન્સ,કવીન્સલેંડમાં આવેલા ચિંચિલા વિસ્તારમાં આ ફેસ્ટિવલ નું આયોજન થાય છે.આ ફેસ્ટિવલ નું મુખ્ય આકર્ષણ તરબૂચ છે.મેલન સ્કિઇંગ,મેલન રથ,મેલન બંજી,મેલન આર્યનમેન અને મેલન બૂલ જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થાય છે.પ્રવાસીઓને આકર્ષવા માટે ચિંચિલા ફેસ્ટિવલની ૩૦ વર્ષ પહેલા શરુઆત કરવામાં આવી હતી.આ ફેસ્ટિવલ માં સેંકડો ટન તરબૂચનો ઉપયોગ થાય છે.સ્પર્ધકો તરબૂચના રંગથી પુરેપુરા રંગાઇ જાય છે.
લા ટોમાટિના -સ્પેન –
સ્પેનનો ખૂબ જાણીતો તહેવાર વેલંેસિયનના શહેર બનોલમાં ઉજવાય છે.આ તહેવાર પરંપરાના ભાગરુપે હતો પરંતુ હવે મનોરંજનના હેતુંથી પણ લાંબા સમય સુધી આયોજન થાય છે.લોકો એક બીજા પર ટામેટા ફેંકે છે અને ટામેટાના કિચડમાં નાહતા રહે છે. લા ટોમાટિના પ્રથમવાર ૧૯૪૫માં ઉજવાયો હતો.આ વિશ્વના કેટલાક વિશિષ્ટ ઉત્સવોમાં સ્થાન ધરાવે છે.
સ્પેનના હારો શહેરમાં વાઇન ફેસ્ટિવલ ઉજવાય છે.બટાલા ડેલ વિનોમાં લોકો એક બીજા પર વાઇનની ડોલ ભરીને મસ્તી કરે છે.વાલેસિંયામાં અંગુર ફેસ્ટિવલ વલ ઉજવાય છે લા પ્લાઝા ડે લા કોપરેટિવા નામાના સ્થળે ટ્રકો ભરીને ૯૦ ટન જેટલી દ્વાક્ષ લાવવામાં આવે છે.વાઇનની જેમ જ એક બીજા પર દ્વાક્ષ ફેંકે છે.એક પણ દ્વાક્ષ બાકી રહે ત્યાં સુધી આ ફેસ્ટિવલ ચાલતો રહે છે.
બોરિયોંગ મડ ફેસ્ટિવલ – દક્ષિણ કોરિયા-
દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે ચુંગચેઓંગનામ પ્રાંતમાં વિશિષ્ટ પ્રકારનો મડ ફેસ્ટિવલ આયોજીત થાય છે.આ ફેસ્ટિવલમાં દેશ -વિદેશના ૧૦ લાખથી વધુ લોકો ભાગ લઇને કાદવ કિચડમાં વિવિધ એકટિવિટી કરે છે.બોરેયોંગ નામના શહેર પાસે આવેલા એક ગામની પ્રાચીન માટીકળાને જીવંત રાખવા ૨૫ વર્ષ પહેલા આ ફેસ્ટિવલનું આયોજન થયું હતું.
આ મનોરંજન માટે ખૂબ લોકો એકઠા થાય છે.માટી શરીર માટે સારી માનવામાં આવે છે પરંતુ આ ઉત્સવમાં ખૂબ અતિરેક થતો હોવાથી ટીકા પણ થાય છે.મડ ફેસ્ટીવલ દુનિયાના ઘણા સ્થળોએ ઉજવાય છે જેમાં બોરિયોગનું નામ પ્રથમ લેવાય છે.અમેરિકામાં મેડફો નામનો તહેવાર ઉજવાતો જેમાં લોકો નદી કિનારે એકઠા થઇને કાદવ કિચડના ગોળા તૈયાર કરીને એક બીજા પર ફેંકવાનો આનંદ લેતા હતા.
બેટલ ઓફ ઓરેંજ ફેસ્ટિવલ – ઇટલી
સ્પેનના ટોમાટિનાને મળતો આવતો ઓરેંજ ફેસ્ટિવલ ઇટલીની સૌથી મોટી ઓળખ સમાન છે.આ ફેસ્ટિવલ માં ૪૦૦ ટન જેટલા ઓરેંજ વપરાય છે.ઇવેરા નામના ટાઉનમાં હજારો લોકો ઓરંજ ફેસ્ટિવલ માટે એકઠા થાય છે.ઓરેંજ હાથમાં લઇને તેનો રસ કાઢીને એક બીજા સાથે મસ્તી કરે છે.
ભાગ લેનારાના કપડા અને આસપાસનો માહોલ ઓરેંજ રંગનો બની જાય છે.જાણે કે લડાઇ અને મારી મારી ચાલતી હોય તેવો ઝનુની માહોલ ઉભો થાય છે.સંતરા ફેંકવાનો આ ફેસ્ટિવલ ઇસ ૧૮૦૮માં પ્રથમવાર ઉજવાયો હતો.
સૌંગક્રાન,- થાઇલેન્ડ
થાઇલેન્ડમાં સૌગક્રાન ઉત્સવ હોળીને મળતો આવે છે.આ દિવસે થાઇલેન્ડના સ્થાનિક લોકોનું નવું વર્ષ શરુ થાય છે. યુવક યુવતીઓ વડિલો પાસે અત્તર નાખેલું પાણી છંટાવીને આશિર્વાદ મેળવે છે.લોકો એક બીજાને ઠંડુ પાણી અને બરફનું છીણ છાંટે છે.આ તહેવાર સમગ્ર દેશમાં ભાઇચારો અને એકતાનું પ્રતિક છે.લાઓસમાં આ પર્વ નવા વર્ષના આગમનની ખૂશીમાં એક બીજા પર પાણી છાંટીને ઉજવવામાં આવે છે.પાડોશી દેશ મ્યાનમારમાં હોળી પ્રકારનો એક ફેસ્ટિવલ ઉજવાય છે જેને જલપર્વ કહેવામાં આવે છે.
ગેલેકિસડી ફલોર વૉર – ગ્રીસ
ભારતમાં અબીલ ગુલાલ સહિતના રંગોથી હોળી ઉજવાય છે ગ્રીસના ગેલકિસડી ટાઉન ફલોર વોર માટે જાણીતું છે.દરિયાકાંઠે આવેલા સ્મણીય શહેરમાં લોકો એક બીજા પર કલરવાળો લોટ ફેંકે છે.આંખમાં લોટ ના ઉડે તે માટે બોયલર શૂટ,માસ્ક અને કાળા ચશ્મા પહેરી રાખે છે.
દુનિયા ભરમાં ગેલેકિસડી ફલોર વોર તરીકે જાણીતો આ ફેસ્ટિવલ ખૂબજ પ્રાચીન છે.એવું માનવામાં આવે છે કે તૂર્ક શાસકોની અવગણના કરવા ગ્રીસના મૂળવાસીઓએ શરીર પર રાખ,લોટ વગેરે ચોંપડીને રસ્તા પર નૃત્ય કર્યુ હતું ત્યારથી આ ફેસ્ટિવલ ઉજવાય છે.