વોશિંગ્ટન, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર : અમેરિકાના ટેક્સાસ ખાતે 4 ભારતીય અમેરિકન મહિલાઓ પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે આ કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે.વીડિયોમાં આરોપી મહિલા કથિત રીતે ભારતીય મહિલાઓ જે અમેરિકામાં રહે છે તેમને અપશબ્દો બોલીને ભારત પરત જોવા માટે કહેતી જોવા મળે છે.આ ઘટના બુધવારે રાત્રે ટેક્સાસના ડલ્લાસ ખાતે પાર્કિંગમાં બની હતી.
આરોપી મહિલા વીડિયોમાં મેક્સિકન-અમેરિકન છે એવું જણાવતી અને ભારતીય-અમેરિકન મહિલાઓના સમૂહ પર હુમલો કરતી જોવા મળી રહી છે.મહિલા વીડિયોમાં કહે છે કે, ‘હું ભારતીયોને નફરત કરૂ છું’. આ તમામ ભારતીયો અમેરિકા એટલા માટે આવે છે કારણ કે, તેઓ વધું સારૂં જીવન ઈચ્છે છે.મેક્સીકન-અમેરિકન મહિલાની ઓળખ પ્લાનોની એસ્મેરાલ્ડા અપટન તરીકે થઈ છે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરનાર એક વ્યક્તિએ લખ્યું હતું કે, આ ઘટના મારી માતા અને તેની 3 મિત્રો સાથે ટેક્સાસના ડલાસમાં બની છે.વીડિયો શેર કરનાર એક વ્યક્તિ મેક્સીકન-અમેરિકન મહિલાનો વિરોધ કર્યો છે અને આ મહિલાને વીડિયોમાં અપશબ્દો બોલતી જોઈ શકાય છે.
વીડિયોમાં આરોપી મહિલા કહેતી જોવા મળે છે કે, હું જ્યાં પણ જાઉં છું… તમે ભારતીયો દરેક જગ્યાએ જોવા મળે છે.જો ભારતમાં જીવન શ્રેષ્ઠ છે તો તમે અહીં કેમ છો.ત્યાર બાદ તે અપશબ્દોનો ઉપયોગ કરીને બૂમો પાડે છે અને ભારતીય મહિલાઓ સાથે મારપીટ કરવાનું શરૂ કરે છે.
પ્લાનો પોલીસ અધિકારીઓએ ગુરૂવારે બપોરે આરોપી મહિલા એસ્મેરાલ્ડા અપ્ટનની ધરપકડ કરી હતી.તેના પર હુમલો કરવા,શારીરિક ઈજા પહોંચાડવા અને આતંકી ધમકીઓ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.