અસામાન્ય અને પડકારજનક સમયમાં એનઆઇએએફ ફંડ માટે એશિયન ડેવલોપમેન્ટ બેંકનું વચન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે
નવી દિલ્હી,
એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી)એ સોમવારે જાહેરાત કરી છે કે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ(એનઆઇઆઇએફ) દ્વારા ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં ૧૦ કરોડ ડોલરનું રોકાણ કરશે. બેંકે રોકાણની આ જાહેરાત એવા સમયે કરી છે કે જ્યારે ભારતીય અર્થતંત્રને કોરોના વાઇરસની મહામારીને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે.
નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ સુજોય બોસે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ અસામાન્ય અને પડકારજનક સમયમાં એનઆઇએએફ ફંડ માટે એશિયન ડેવલોપમેન્ટ બેંકનું વચન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું હતું કે એડીબીનું ભારતમાં રોકાણનું વચન ભારતીય અર્થતંત્રની સતત વિકાસની ક્ષમતા, સ્કિલ્ડ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ મેનેજર્સ અને પોતાની કંપનીઓને સક્ષમ બનાવી નફો કમાવવામાં સક્ષમ મોટી સંખ્યામાં ઉપલબ્ધ ઉદ્યોગપતિઓના વિશ્વાસને દર્શાવે છે.
એડીબીના વાઇસ પ્રેસિડેન્ટ દિવાકર ગુપ્તાએ જણાવ્યું છે કે એડીબીના એનઆઇઆઇએફમાં રોકાણ ભારતમાં ડોમેસ્ટિક ઇક્વિટી ફંડ્સમાં ઇડસ્ટ્રિયલ કેપિટલને વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ માટે લોંગ ટર્મ ગ્રોથ ફાઇનાન્સિંગ ઉપલબ્ધ કરાવવામાં મોટો ફાળો આપશે.
આ સાથે જ સારી નોેકરીઓ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ અને આર્થિક વિકાસમાં પણ મદદ મળશે. બોસે જણાવ્યું હતું ક એડીબી લગભગ ૨૦ વર્ષોથી ઇન્ડિયન ઇક્વિટી ફંડમાં ફંડિગ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ તાજેતરનું ફંડિગ લગભગ ૨૦ વર્ષોથી ઇન્ડિયન ઇક્વિટી ફંડમાં ફંડિંગ કરી રહ્યું છે.