BREAKING : ઈન્ક્મટેક્સના એડીશનલ કમિશ્નર લાંચ લેતાં ઝડપાયા : ACBની પકડમાંથી ધક્કામુક્કી કરી નાસી ગયાં

599

અમદાવાદ : અમદાવાદના એડીશનલ ઈન્ક્મટેક્સ કમિશ્નર રેંજના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે.વરિષ્ઠ IRS અધિકારીને ACB એ લાંચ લેતાં ઝડપી પાડ્યા બાદ તેઓ ધક્કામુક્કી કરી નાસી છુટયા હતા.આ ઘટના બાદ CA અને બિલ્ડરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.અને ACB ની આ કાર્યવાહી બાદ CA અને બિલ્ડરો પણ જાણે ડરનો માહોલ સર્જાયો હોય તેવું વાતાવરણ ગરમાયું છે. ACB એ જયારે તેમનો ઘેરો કર્યો ત્યારે તેઓ ACBના અધિકારીઓને ધક્કો મારીને ACB ની પકડમાંથી ધક્કામુક્કી કરીને નાસી છૂટ્યા હતા.

પ્રારંભિક માહિતી અનુસાર લાંચ હવાલાના માધ્યમથી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ મામલે શંકાની સોય કેટલાક CA અને બિલ્ડર્સ તરફ પણ જાય છે અને તેઓ પણ સાવચેત થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ACB આવા અધિકારીઓને પકડવા માટે ટ્રેપ કરી રહી છે.ત્યારે આવી ઘટનાઓ સામે આવતા સરકાર માટે પણ પડકાર બની રહી છે.આ બાબતે હિન્દુસ્તાન મિરર અખબાર દ્વારા અમદાવાદ એન્ટી કરપ્સન યુનિટના DYSP વાઘેલાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેમને ફોન રિસીવ કર્યો ન હતો.ઈન્ક્મટેક્ષ કચેરીમાં થયેલી રેડ અનુસંધાને આજરોજ સાંજે એસીબી ઓફિસ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવશે જેમાં ઈન્ક્મટેક્ષ અધિકારીને લઇ જરૂરી બ્રિફીંગ મિડિયાને પૂરું પાડવામાં આવશે એવું જાણવા મળ્યું છે.આ ઘટનાને લઇ સમગ્ર ઈન્ક્મટેક્ષ અને અન્ય IRS લોબીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Share Now