30 જૂને IPS, રેન્જ IG, SP અને અમદાવાદના તમામ DySPની બદલીની સંભાવના

546

રાજયમાં તારીખ 30 જૂનના રોજ મોટા ભાગના આઈપીએસ,20 જેટલા એસીપી અને અમદાવાદ શહેરના તમામ ડીસીપીની બદલી થવાની શક્યતાઓ છે.ગૃહ વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના 9 જેટલા રેન્જ આઈજીની પણ બદલી થઈ શકે છે.

ગૃહ વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આગામી એક બે દિવસમાં ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળે શકે છે.આગામી 30 જૂન સુધીમાં તમામ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ શકે છે. 9 રેન્જ આઈજી, 20 એસપી અને અમદાવાદ શહેરના તમામ ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી શકે છે.ગત માર્ચ મહિનામાં રાજયના ત્રણ સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.જેમાં સિનિયર IPS અધિકારીઓ સૌરભસિંહ,શ્વેતા શ્રીમાળી અને તેજસ પટેલની બદલી કરવામાં આવી હતી.ત્યારે તે જ સમયે રાજયના બિન હથિયારધારી 47 પીઆઈ અને 127 પીએસઆઈની પણ બદલી કરવામાં આવી હતી.જો કે, આ બદલીને મોટા ભાગના પોલીસ અધિકારીઓને આંચકો પણ લાગ્યો હતો.

Share Now